દર વર્ષની જેમ ફોબ્ર્સ ઈન્ડિયાએ તેની અંડર ૩૦ની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ૩૦ સ્ટાર્સના નામ સામેલ છે, જેઓ પોતપોતાના ક્ષેત્રમાં અદભૂત કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડની ત્રણ સુંદરીઓએ આમાં જીત મેળવી છે. જેમાં જા઼નવી કપૂર કે સારા અલી ખાનનું નામ સામેલ નથી. પરંતુ આ વખતે સાઉથની જાણીતી રશ્મિકા મંદન્ના બોલિવૂડ એકટ્રેસ રાધિકા માદાન અદિતિ સેહગલ ઉર્ફે ડોટનું નામ સામેલ છે.
રશ્મિકા મંદાના નામ ફોબ્ર્સની યાદીમાં સામેલ છે. ૨૭ વર્ષની અભિનેત્રીએ તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં પોતાની અભિનય શકિત સાબિત કરી છે. ગયા વર્ષે અભિનેત્રીની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી. ૨૦૨૩ ની તેની પ્રથમ ફિલ્મ વારિસૂ હતી, જેણે બોકસ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કયુ હતું. ૩૦૦ કરોડનો બિઝનેસ કર્યેા હતો. આમાં તેની સાથે સુપરસ્ટાર એકટર થલપથી વિજય જોવા મળ્યો હતો. આ પછી તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ મિશન મજનૂમાં જોવા મળી હતી. આ સિવાય રશ્મિકા એનિમલમાં જોવા મળી હતી, જેણે ૯૦૦ કરોડનો બિઝનેસ કર્યેા હતો. આમાં તે રણબીર કપૂર સાથે જોવા મળી હતી.
બોલિવૂડ એકટ્રેસ રાધિકા મદાને ટીવીથી લઈને બોલિવૂડ સુધી એકિટંગમાં પોતાનું કૌશલ્ય સાબિત કયુ છે. આજે ૨૮ વર્ષની ઉંમરે રાધિકાને કોઈ ઓળખની જર નથી. ૨૦૨૩માં અભિનેત્રી ત્રણ ફિલ્મોમાં જોવા મળી હતી. વર્ષની શઆતમાં તે આસમાન ભારદ્રાજ દ્રારા નિર્દેશિત પ્રથમ ક્રાઈમ ડ્રામા કુટ્ટીમાં જોવા મળી હતી. આમાં તેણે સહાયક ભૂમિકા ભજવી હતી. આ પછી, શુભમ યોગીના હલ્કે–ફલ્કે સ્પોટર્સ ડ્રામા કાઈચી લિમ્બુમાં દેખાઈ હતી. તે જિયો સિનેમામાંથી રિલીઝ થઈ હતી. બાદમાં અભિનેત્રી મિસ્ટ્રી ફિલ્મ સજિની શિંદે કા વાયરલ વીડિયોમાં જોવા મળી હતી. હવે રાધિકા સના અને સરફિરામાં પણ જોવા મળશે.
ફોબ્ર્સની યાદીમાં ત્રીજું નામ અદિતિ સેહગલ ઉર્ફે ડોટનું છે. આ યાદીમાં તે સૌથી નાની ઉંમરની છે. તેની ઉંમર ૨૫ વર્ષની છે. અદિતિ વ્યવસાયે ગાયિકા અને સંગીતકાર છે. તેને સ્ટેજ નામ ડોટ થી પણ ઓળખવામાં આવે છે. તેણે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝમાં પણ સહાયક ભૂમિકા ભજવી હતી. આમાં તેણીની ભૂમિકા એથેલનું પાત્ર હતું. આમાં ડોટની સિંગિંગ ટેલેન્ટ પણ જોવા મળી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech