ઓલિમ્પિક્સ 2024 પેરિસમાં રમાઈ હતી. એ પછી આગામી ઓલિમ્પિક્સ એટલે કે 2028 યુનાઇટેડ સ્ટેટ્સના લોસ એન્જલસમાં રમાશે. આ પછી 2032ની યજમાની માટે દેશ અને શહેર પણ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે તે હજુ નક્કી થયું નથી. હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભારતે 2036માં યોજાનાર ઓલિમ્પિકનું આયોજન કરવાનો દાવો રજૂ કર્યો છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના મિશન ઓલિમ્પિક સેલ (MOC) એ નવા ખેલ મંત્રી મનસુખ માંડવિયાને સફળ બિડ માટે જરૂરી પગલાં અંગેનો અહેવાલ પણ રજૂ કર્યો છે.
આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં ઓલિમ્પિક 2036 યોજાવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા પણ આ અંગે કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત 2036માં યોજાનારી ઓલિમ્પિક માટે આગળ આવી શકે છે. જ્યારે 2036 પહેલા 2032 ઓલિમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાશે.
આ પ્રક્રિયામાં, ભારત અન્ય નવ દેશો સાથે જોડાય છે જેમણે 2036 ગેમ્સની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. 2036ની ગેમ્સની યજમાનીમાં પ્રારંભિક રસ દાખવનાર 10 દેશોમાં મેક્સિકો (મેક્સિકો સિટી, ગુઆડાલજારા-મોન્ટેરી-તિજુઆના), ઇન્ડોનેશિયા (નુસાન્તારા), તુર્કી (ઇસ્તાંબુલ), ભારત (અમદાવાદ), પોલેન્ડ (વોર્સો, ક્રાકો)અને દક્ષિણ કોરિયા (સિઓલ-ઇંચિયોન). ઇજિપ્તનો સમાવેશ થાય છે.
ભારતે ઓલિમ્પિક 2036 માટે બિડ સબમિટ કરી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ઔપચારિક રીતે ઑક્ટોબર 1, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ને ઔપચારિક રીતે ઇરાદાનો પત્ર સુપરત કર્યો હોવાથી ઓલિમ્પિકનું આયોજન કરવાની ભારતની તકો વધી ગઈ છે.
વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક 2036 વિશે વાત કરી
ભારતે ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141મા સત્રનું આયોજન કર્યું હતું. આ સત્ર ત્રણ દિવસ સુધી ચાલ્યું, જેના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ પછી 15 ઓગસ્ટના અવસર પર પીએમ મોદીએ ફરી એકવાર લાલ કિલ્લા પરથી 2036 ઓલિમ્પિકની યજમાની કરવાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો.
જો કે નોંધનીય છે કે કોઈપણ દેશને ઓલિમ્પિકની યજમાનીની તક મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઓલિમ્પિક્સની યજમાની કરવાની તક જીતવા માટે, પ્રથમ પગલું રસ વ્યક્ત કરવાનું છે. ભારત તરફથી આ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech