વિસાવાડા ગામે ૭૮ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી

  • August 21, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના દેખરેખ હેઠળ પોરબંદર તાલુકાના શ્રેષ્ઠ ઓ.ડી.એફ.પ્લસ મોડલ વિસાવાડા ગામે ૭૮ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 
રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગ‚પે વિસાવાડા ગામમાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને ગ્રામજનોએ તેમના હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાની સાથે દેશભક્તિના સંદેશ સાથે વિસાવાડા ગામ ગુંજી ઉઠ્યું હતું. પ્રાથમિક શાળા ખાતે તિરંગાને સલામી આપી દેશભક્તિના સાંસ્કૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે સૌ લોકોએ સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કર્યા હતા.
 વિધાર્થીઓએ સ્વચ્છતા અંગે તેમના વિચારો રજુ કર્યા હતા. તેમજ અમૃત સરોવર ખાતે વૃક્ષારોપણ કરાયું હતુ. 
આ પ્રસંગે સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયત કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજીત કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application