ભાવનગરના તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ તેમજ ઈન્ટર્ન ડોક્ટર્સ દ્વારા કોલકાતાની મેડીકલ કોલજમાં ફરજ બજાવતા બીજા વર્ષ ઙ.ૠ.માં અભ્યાસ કરતા રેસિડન્ટ ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં તેમજ નિષ્પક્ષ તપાસ કરીને દોષીને કડકથી કડક સજા આપીને ન્યાય આપવાની માંગ સાથે હડતાળમાં બેસીને વિરોધ કરશે. ડોક્ટરો તમામ નોન ઈમરજન્સી સેવાઓ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટે ડિન અને સુપ્રિટેન્ડેન્ટને આવેદન આપેલ છે. માથાકૂટ, મારામારી તેમજ ગાળાગાળી જેવી ઘટનાઓ સર. ટી જનરલ હોસ્પિટલમાં પણ અવારનવાર થતી હોય છે. તો અહીંયા પણ સલામતી અને સુરક્ષા માટે તમામ યોગ્ય પગલાઓ લેવામાં આવે તેવી સ્થાનિક પ્રસાશનને રજૂઆત કરેલ છે. તેઓ પણ આ બાબતને ધ્યાનમાં લઈ તાત્કાલિક પગલાઓ લેવામાં આવે ઉપરાંત ગઈકાલે રાત્રે 1:30 કલાક ના અરસામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ એક દર્દીના સગા વ્હાલા દ્વારા પણ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને મારવામાં આવ્યા હતા. તો આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને તાત્કાલિક પગલાઓ લેવામાં આવે અને આ ઉપરાંત યોગ્ય કાનૂન પણ બનાવવા માં આવે તેવી માંગ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોક્સોના કેસમાં નિર્દોષ છુટકારો
November 14, 2024 10:43 AMખંભાળીયા નગરપાલિકા દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ સફાઈ કર્મચારીના પરિવારને સહાય
November 14, 2024 10:41 AMદ્વારકા: અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે પગલા લેવા કલાપ્રેમીઓની પ્રબળ માંગ
November 14, 2024 10:36 AMકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech