કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ દિવાળી ટાણે પગારદારોને લ્હાણી આપતાં ઈપીએફઓમાં મળતાં ઈન્સ્યોરન્સ લાભની સમય મયર્દિા આગામી નોટિસ ન આવે ત્યાં સુધી વધારી હોવાની જાહેરાત કરી છે. જેમાં હવે રૂ. 15 હજારથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓને ઈપીએફઓ પર રૂ. 7 લાખ સુધીનો લાઈફ ઈન્સ્યોરન્સનો લાભ જારી રહેશે. ઉલ્લેખનીય છે, આ લાભ 27 એપ્રિલ, 2024માં પૂર્ણ થયો હતો. જેને લંબાવવામાં આવ્યો છે.
એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ અંતર્ગત 6 કરોડથી વધુ ઈપીએફઓ સભ્યોને રૂ. 7 લાખ સુધીનો ઈન્સ્યોરન્સ લાભ મળશે. 1976માં લોન્ચ ઈડીએલઆઈ સ્કીમ રિટાયરમેન્ટ ફંડ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડના તમામ સભ્યોને ઈન્સ્યોરન્સના લાભો આપે છે. જે સભ્યના આક્સ્મિક મોતના કિસ્સામાં તેના પરિજનોને નાણાકીય સહાય પ્રદાન કરવાની ખાતરી આપે છે.
ઈન્સ્યોરન્સ કવરેજમાં વધારો
૨૦૧૮માં સ્કીમ હેઠળ ઈન્સ્યોરન્સ કવરેજ . ૧.૫ લાખ હતું. જે એપ્રિલ, ૨૦૨૧ સુધી અમલી હતું. બાદમાં ૨૮ એપ્રિલ, ૨૦૨૧માં ઈન્સ્યોરન્સ કવર વધારી . ૬ લાખ કરવામાં આવ્યું હતું. નવી નોટિફિકેશન મુજબ હવે આગામી ત્રણ વર્ષ માટે . ૨.૫ લાખથી . ૭ લાખ સુધીનું કવરેજ મળશે. જેમાં કોઈ પ્રીમિયમ ચૂકવવાનું હોતુ નથી.
ઈન્સોરન્સનો લાભ મેળવવા હવે ૧૨ મહિના રાહ જોવી નહીં પડે
અગાઉ ઈપીએફઓમાં આ ઈન્સ્યોરન્સ કવરેજનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા ૧૨ મહિના એક જ કંપનીમાં કામ કરેલુ હોવું જરી છે. પરંતુ હવે તેમાં પણ રાહત આપવામાં આવી છે. કર્મચારીએ ૧૨ મહિનામાં જ નોકરી બદલી હશે તો પણ તેને આ ઈન્સ્યોરન્સ કવર મળશે. ઈપીએફઓ હેઠળ મળતા ઈન્સ્યોરન્સ કવરેજમાં . ૭ લાખ સુધી કલેમ કરવામાં આવે છે. જેમાં ૧૨ મહિનાનો પગાર અને મોંઘવારી ભથ્થાના ૩૫ ગણી રકમના ધોરણમાં કલેમ કરી શકાય છે. ૧૨ મહિનાનો મૂળ પગાર(મોંઘવારી ભથ્થું ગુણ્યા ૩૫)ના ધોરણે ઈન્સ્યોરન્સ નક્કી કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech