એકધારી આગળ વધતી ગરમીને ભેજવાળા વાતાવરણના કારણે થોડી બ્રેક લાગી છે. આજે સવારે સૌરાષ્ટ્ર્ર કચ્છના દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારમાં ભેજનું પ્રમાણ ઝડપભેર વધી ગયું છે. અત્યાર સુધી સામાન્ય રીતે ૫૦ થી ૬૦% ની આસપાસ ભેજ સવારે જોવા મળતો હતો પરંતુ આજે તે પ્રમાણ વધીને ૮૫ ટકા આસપાસ પહોંચી ગયું છે.
આજે સવારે ભુજ ઓખા અને રાજકોટમાં ભેજનું પ્રમાણ ૮૬% નોંધાયું છે. દ્રારકામાં ૮૫ કંડલામાં ૮૪ અને પોરબંદરમાં ૭૮% ભેજ નોંધાયો છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ અને સાયકલોનિક સકર્યુલેશન જેવી સિસ્ટમની અસર રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે. દરિયામાં તેના કારણે કરટં જોવા મળે છે અને ભેજનું પ્રમાણ વધી ગયું છે. હવે એકાદ બે દિવસમાં જ ઝાકળ જોવા મળે તેવી શકયતા છે.
ગઈકાલ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના અનેક સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી ગયું હતું. પરંતુ તેમાં પણ ઘટાડો થયો છે. અમરેલીમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. તે સિવાય બધે જ ૩૬ ડિગ્રી નીચે તાપમાન રહ્યું છે. રાજકોટમાં ૩૫.૮ સુરેન્દ્રનગરમાં ૩૫.૫ ભુજમાં ૩૫.૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.લઘુતમ તાપમાનમાં અમુક જગ્યાએ સામાન્ય વધારો થયો છે. અમુક સેન્ટરોમાં નોર્મલ ઘટાડો થયો છે અને અમુક શહેરોમાં લગભગ યથાવત તાપમાન રહ્યું છે. ભુજમાં ગઈકાલની જેમ આજે પણ ૨૦ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયામાં ગઈકાલે ૧૬.૨ અને આજે ૧૯.૪ અમરેલીમાં ગઈકાલે ૨૧.૪ અને આજે ૧૮.૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે ભાવનગરમાં આજે ૨૧.૬ લઘુતમ તાપમાન છે જે ગઈકાલના પ્રમાણમાં એક ડિગ્રી ઓછું છે. દ્રારકામાં લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી. આવી જ રીતે ઓખામાં પણ અડધો ડિગ્રી તાપમાન વધ્યું છે પોરબંદરમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે રાજકોટમાં એકાદ ડિગ્રી જેટલો વધારો થયો છે. રાજકોટમાં ગઈકાલે ૧૮.૪ અને આજે ૧૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech