ઇન્કમટેક્સના અધિકારીઓ જાહેરમાં માફી માગે અથવા તો સજા માટે તૈયાર રહે: હાઇકોર્ટ

  • December 08, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં અમદાવાદ ખાતે પડેલા ઇન્કમટેક્સના દરોડામાં આવકવેરા અધિકારીઓ એ દાદાગીરી ભર્યું વર્તન કયર્િ સાથેની રીટ પિટિશન હાઇકોર્ટમાં ફાઇલ કરી હતી. આ પ્રકરણમાં હાઇકોર્ટે આવકવેરા અધિકારીઓનો ઉધડો લઈને જાહેરમાં માફી માગવા અથવા તો સજા માટે તૈયાર રહેજો, આ કેસમાં આગામી સુનાવણી 18મી ડિસેમ્બરે કરાશે.

ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ મૌલિક કુમાર શેઠ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી જજ ભાર્ગવ કારીયા અને નીરવ મહેતાની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. આ અરજી આવક વેરા વિભાગ સામે કરવામાં આવી હતી. આ કેસમાં વકીલને ત્યાં આવકવેરા વિભાગની ટીમે રેડ પાડી હતી અને તેના અસીલ દ્વારા કરાયેલ એમ ઓ યુ ના દસ્તાવેજ માંગ્યા હતા. આ માટે 04 દિવસ સુધી વકીલને ક્યાંય જવા દેવાયા નહોતા તેમજ તેમના અસીલોનો ડેટા પણ લઈ લેવાયો હતો. અરજદાર તરફે દિલ્હીથી એડવોકેટ મુકુલ રોહતગી પણ જોડાયા હતા. આવકવેરા વિભાગે કહ્યું હતું કે તેમને મળેલ માહિતીના આધારે તેમને કામગીરી કરી હતી. આ સર્ચ ઓપરેશન ફક્ત એક વ્યક્તિ સામે નહીં પરંતુ અલગ અલગ લોકો સામે હતું. કોર્ટે આવકવેરા વિભાગ વતી દલીલ કરતા વકીલને કહ્યું હતું કે ,આવકવેરા વિભાગ કોઈકના કબ્જાના કાગળીયા કેવી રીતે લઈ શકે ? શું આવકવેરા વિભાગ પોલીસ છે ? વકીલ પાસે તેના અસીલના ખાનગી દસ્તાવેજ હોય છે તે આવકવેરા વિભાગ કેવી રીતે લઈ જઈ શકે ? આવકવેરા વિભાગે સત્તાનો દુરુપયોગ કર્યો છે. આપણે 1975-76 ના કટોકટીના સમયગાળામાં નથી રહેતા,તમે અરજદારને કોઈ નોટિસ આપી નથી. તે કેવી રીતે તમને બીજાના કાગળીયા આપે ? બજારમાંથી બાતમી મળે એટલે આવી રીતે તપાસ કરવાની ? કઈ સત્તા હેઠળ આવી રીતે તપાસ કરાઇ છે ? આનો જવાબ આપો, નહીં તો આવકવેરાના તે ઓફિસરોએ ઘરભેગા થવું પડશે! આવકવેરા વિભાગના અધિકારીઓ જાહેરમાં માફી માંગે અથવા સજા ભોગવવા તૈયાર રહે. કોર્ટે કહ્યું હતું કે આવકવેરા વિભાગની તપાસ સામે નહીં, પરંતુ જે રીતે તપાસ કરાઇ તેની સામે વાંધો છે. આવકવેરા વિભાગના અધિકારીઓ જાહેરમાં માફી માંગે અથવા સજા ભોગવવા તૈયાર રહે. કોર્ટે આવકવેરા વિભાગના રાકેશ રંજન, ધ્રુમિલ ભટ્ટ, નીરજકુમાર જોગી, વિવેક કુમાર, અમિત કુમાર, રણજીત ચૌધરી, તોરલ પંસુરિયા સામે નોટિસ કાઢી હતી. તેમજ આ કર્મચારીઓ પોતાના કેસ માટે જાતે વકીલ રોકશે તેમ જણાવ્યું હતું. આ મુદ્દે 18 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application