આવકવેરો ભરનારા કરદાતાઓને આજે મોટી રાહત મળી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ એટલે કે સીબીડીતીએ છેલ્લા વર્ષ એટલે કે ૨૦૨૩–૨૪ માટે અલગ ઓડિટ રિપોટર્સ ફાઇલ કરવાની છેલ્લી સમયમર્યાદા લંબાવી છે. આજે ૩૦મી સપ્ટેમ્બર ઈન્કમ ટેકસ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે પરંતુ અમુક કરદાતાઓને આવી રહેલી ટેકનિકલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ઈન્કમ ટેકસ વિભાગે આ નિર્ણય લીધો છે.આવકવેરા ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૭ દિવસ લંબાવવામાં આવી છે. તેને ૭ ઓકટોબર ૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યો છે.
કરદાતાઓને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાં, ખાસ કરીને ઇલેકટ્રોનિક ફાઇલિંગમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરી બન્યો છે. આજે છેલ્લી તારીખ પહેલા સીબીડીટીએ નિર્ણય લીધો છે અને મોટી સંખ્યામાં ઓડિટ રિપોર્ટ સબમિટ કરનારા કરદાતાઓને સુવિધા પૂરી પાડી છે.
ઘણા કરદાતાઓ કે જેઓ ઓડિટ કરાવે છે તેઓએ પહેલા ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાનો હોય છે અને પછી ઓડિટ રિપોર્ટ સાથે ટેકસ જમા કરાવવો પડે છે. જો કરદાતાઓ પાછળ રહે છે અથવા ઓડિટ રિપોર્ટ સબમિટ કરવામાં નિષ્ફળ જાય છે, તો તેમના પર લાદવામાં આવેલ દડં ૧.૫ લાખ પિયા સુધી જઈ શકે છે. તેથી, કરદાતાઓને આ કામ કરવા માટે આજે વધુ ૭ દિવસનો સમય મળ્યો છે જેથી તેઓ સમયસર ઓડિટ રિપોર્ટ ફાઇલ કરી શકે. હવે આવકવેરા વિભાગે તેની છેલ્લી તારીખ લંબાવી છે. આ નિર્ણય આવકવેરા અધિનિયમ ૧૩૯ ની પેટા કલમ (૧) હેઠળ લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય
May 10, 2025 10:14 AMરાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને પ્રમોશન,વાંચો લીસ્ટ
May 10, 2025 10:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech