રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના ૮ ડેમમાં આવક મોરસલ ડેમ ઉપર રાત્રે ત્રણ ઈંચ ખાબકયો

  • August 22, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્માષ્ટ્રમી આજુબાજુ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર્રમાં છુટા છવાયા હળવાથી ભારે ઝાપટા વરસતા છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨ ડેમમાંથી ૮ ડેમમાં અડધો ફૂટ  સુધી નવા નીરની આવક થઇ છે, યારે ચોટીલાના મોરસલ ડેમ ઉપર ત્રણ ઈંચ સહિત કુલ છ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલએ જણાવ્યું હતું કે ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં આજી–૧માં ૦.૨૦ ફટ પાણીની આવક સૌની યોજનાના નર્મદાનીરની થઇ હતી, યારે અન્ય જળાશયોમાં વરસાદી આવક નોંધાઇ હતી જેમાં વેરીમાં અડધો ફટ, ખોડા પીપરમાં ૦.૩૩ ફટ, મચ્છુ–૧માં ૦.૧૦ ફટ, મચ્છુ–૩માં ૦.૩૯ ફટ, ફોફળ–૨માં ૦.૨૬ ફટ, આજી–૪માં ૦.૦૭ ફટ, ફલકુમાં અડધો ફટ પાણીની આવક નોંધાઇ છે.
યારે છ ડેમ સાઇટસ ઉપર વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટથી ૫૪ કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલા મોરસલ ડેમ ઉપર ગત સાંજથી મોડી રાત્રી સુધીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે, તદઉપરાંત લીંબડી ભોગાવો–૧ ડેમ ઉપર ૧૦ મીમી, નીંભણી ડેમ ઉપર ૨૦ મીમી અને ધારી ડેમઉપર ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં ફાળદંગબેટી ડેમ ઉપર ૧૫ મીમી અને ભાદર–૨ ડેમ ઉપર પાંચ મીમી વરસાદ નોંધાયો છે


આજીની સપાટી નર્મદાનીરથી ૨૧.૫૦ ફૂટએ પહોંચી: ન્યારી ડેમની સપાટી એક ફૂટ ઘટી
રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા કુલ ૨૯ ફટની ઉંડાઇના આજી–૧ ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવતા આજે સવારની સ્થિતિએ સપાટી ૨૧.૫૦ ફટે પહોંચી છે. યારે કુલ ૨૫ ફટની ઉંડાઇના ન્યારી–૧માં વરસાદી પાણી કે નર્મદાનીરની આવક નહીં થતા તેમજ સતત પાણી ઉપાડવાનું ચાલુ રાખવામાં આવતા સપાટી ૧૨.૫૦ ફટથી ઘટીને ૧૧.૫૦ ફટે પહોંચી છે. યારે રાજકોટ–જેતપુરની જીવાદોરી એવા કુલ ૩૪ ફટની ઉંડાઇના ભાદર–૧ ડેમમાં પણ નહીંવત આવક થતા સપાટી ૧૨.૨૦ ફટ યથાવત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application