આજી-1, ન્યારી-2, મોજ, મચ્છુ સહિત ડેમમાં 0.10થી 13 ફૂટ સુધીની આવક

  • June 27, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે ઝાપટા વરસતા છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ 82માંથી 15 જળાશયોમાં 0.10 ફૂટથી 13 ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ હોવાનું ફ્લડ સેલના સૂત્રોએ જણાવ્યું હતું. વિવિધ જળાશયોની સાઇટ ઉપર અડધોથી ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
આગામી 24થી 72 કલાક દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. ચાલુ ચોમાસે સૌપ્રથમ ઓવરફ્લો થયેલો સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પંથકનો વાંસલ ડેમ આજની સ્થિતિએ 0.03 મીટર ઓવરફ્લો યથાવત છે.

ડેમ        છેલ્લા 24 કલાકમાં આવક
રાજકોટ  જિલ્લો
મોજ    5.02 ફૂટ
ફોફળ    7.28 ફૂટ
આજી-1    0.10 ફૂટ
ન્યારી-2    પોણો ફૂટ
મોરબી જિલ્લો
મચ્છુ-2    અડધો ફૂટ
ધોડાધ્રોઇ    0.82 ફૂટ
બ્રાહ્મણી    પોણો ફૂટ
જામનગર જિલ્લો
ફૂલઝર-1    0.33 ફૂટ
ફોફળ-2     13.25 ફૂટ
ઉંડ-3    6.89 ફૂટ
વાડીસંગ    4.49 ફૂટ
ફૂલઝર કો.બા.    4.10 ફૂટ
ઉમિયાસાગર    1 ફૂટ
સસોઇ-2    12.63 ફૂટ
સુરેન્દ્રનગર જિલ્લો
લીંબડી ભોગાવો-2    0.16 ફૂટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application