રાજકોટમાં આયકર વિભાગના ઇન્સ્પેકટરને તેની પત્ની સાડા સાળાના મિત્રએ ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સસરાએ પણ ફોન કરી ધમકી આપી હોય આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઇન્સ્પેકટરને પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હોય તે બાબતેના વિવાદને લઇ તેમને ધમકી આપી હતી. આ આ અંગે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, હાલ હાલ રાજકોટમાં આયકર ગૃહવાટિકા રેસકોર્સ રીંગ રોડ પર બ્લોક નંબર ૭૮ માં રહેતા મૂળ મીરજાન હાર જી. ભાગલપુર બિહારના વતની અભિનવ પ્રભુનાથ ભગત(ઉ.વ ૪૩) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ બિહારના એરડીયા જિલ્લાના ભગતટોલા માતા ગામે રહેતી પત્ની સાક્ષીકુમારી, સાળા અમિત કિશુનપ્રસાદ ભગત, સાળાનો મિત્ર શ્રવણ ભગત અને સસરા કિશુનપ્રસાદ ભગતના નામ આપ્યા છે.
ઇન્સ્પેકટરએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ આયકર વિભાગમાં જુન ૨૦૧૮ થી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે તેમને સંતાનમાં પુત્રી અક્ષીતા (ઉ.વ ૧૩) અને પુત્ર અયાશ(ઉ.વ ૩) છે. પત્ની સાથે છેલ્લા છ વર્ષથી છૂટાછેડાનો કેસ રાજકોટની ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. પુત્રી તેમની સાથે રહે છે યારે તેમનો પુત્ર–પત્ની સાથે બિહારમાં રહે છે.
ગત તારીખ ૧૭૧૦૨૪ ના રાત્રીના દીકરીના મોબાઈલ પર તેની માતાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અયાશના કપડા તથા કોઈ સામાન લેવાનો હોય જેથી તું તથા તારા પપ્પા ત્રિકોણ બાગ પાસે જુડીયોના શોમ પાસે આવો જેથી ફરિયાદી તથા તેમની પુત્રી અહીં ગયા હતા અહીં ફરિયાદીની પત્ની સાક્ષીકુમારી તથા તેના સાળાનો મિત્ર શ્રવણકુમાર પણ હાજર હોય બાદમાં તેઓ અહીં પોતાના પુત્રને રમાડતા હોય અને તે રોવા લાગતા તે તેમને ઘરે લઈ ગયા હતા બાદમાં રાત્રિના દસેક વાગ્યા આસપાસ તેમણે શ્રવણને ફોન કરી કહ્યું હતું કે, તમે કહો ત્યાં અયાશને મૂકી જાવ જેથી શ્રવણના ફોન પર ફરિયાદીની પત્નીએ વાત કરી કહ્યું હતું કે, અયાશને તમે લઈ ગયા છો તો આજની રાત તમે જ રાખો. બાદમાં ફોન મૂકી દીધો હતો.
ત્યારબાદ ફરિયાદી પોતાના પુત્રને લઈ અહીં ઘર પાસે કમ્પાઉન્ડમાં રમતા હતા તે સમયે શ્રવણ અને સાક્ષીકુમારી બંનેના ફોન આવ્યા હતા. પરંતુ તેમણે રિસીવ કર્યા ન હતા. બાદમાં આ બંને રાત્રીના ઘરે આવ્યા હતા તે સમયે ફરિયાદી અહીં નીચે કમ્પાઉન્ડમાં હોય બંને અહીં ગયા હતા ત્યારે ફરિયાદીએ તેમને કહ્યું હતું કે, અત્યારે રાત્રિના આવવાનો શું મતલબ અને તું શ્રવણ સાથે એકલી કેમ આવી છો તેમ કહેતા ફરિયાદીને તેમની પત્નીએ કહ્યું હતું કે માર ખાવો હોય તો અમારી સાથે ચાલ બાદમાં આ ત્રણેય રિક્ષામાં ગયા હતા. યાં રસ્તામાં ફરિયાદીને તેમના પત્નીએ બેફામ ગાળો ભાંડી હતી અને અહીં બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ફરિયાદીનો સાળો અમિત પણ આવી ગયો હતો અને ૧૦૦ નંબર પર કોલ કર્યેા હતો. ત્યારબાદ પોલીસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવ્યા હતાં.યાં ફરિયાદીની પત્ની સાક્ષી એવું નિવેદન આપ્યું હતું કે, કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બાદમાં રાત્રિના ચારેક વાગ્યા આસપાસ અહીંથી નીકળી ફરિયાદી એસીબી કચેરી ભાવનગરના ઉતારાવાળી ગલીમાં પહોંચતા પાંચેક વાગ્યા આસપાસ અહીં ફરિયાદીની પત્ની સાક્ષીકુમારી તેનો સાળો અમિત શ્રવણ તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને અને મારમારવા લાગ્યા હતા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ડિવોર્સનો કેસ પાછો ખેંચી લેવાનું કહ્યું હતું. ફરિયાદીને તેની પત્નીએ કહ્યું હતું કે, હત્પં રાત્રિના શ્રવણ સાથે ઘરે આવી હતી તે વાતનું પ્રૂફ કોર્ટમાં આપીશ તો આનું પરિણામ ખરાબ આવશે. ત્યારબાદ અમિતના ફોનમાંથી તેના પિતા કિશુનપ્રસાદે વાત કરી કહ્યું હતું કે, અત્યારે તારા વિધ્ધ કોઈ પોલીસ કાર્યવાહી નથી કરી તું સુધરી જજે નહીંતર પોલીસ ફરિયાદ કરીશ અને તાં જીવન બરબાદ કરી નાખીશ. જેથી આ અંગે આઇટી અધિકારીએ પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ હવે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMધર્મની ગેરસમજને કારણે દુનિયાભરમાં અત્યાચાર થઈ રહ્યા છે: મોહન ભાગવત
December 23, 2024 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech