વજન ઘટાડવા તમારા ડાયટમાં સામેલ કરો આ જયુસ

  • July 25, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્થૂળતા એ આજના જમાનાની સૌથી મોટી સમસ્યા છે. ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે સ્થૂળતા ઝડપથી લોકોને ઘેરી રહી છે. લોકો પોતાના વધેલા વજનને ઘટાડવા માટે અલગ-અલગ રીતો અજમાવતા હોય છે. પણ બહુ કંઈ કામ કરતું નથી. ઉનાળામાં વજન ઘટાડવા માટે, તમે તમારા આહારમાં વજન ઘટાડવાના કેટલાક પીણાંનો સમાવેશ કરી શકો છો. એવા કેટલાક ડ્રિંક્સ છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.


કાકડીનો રસ


કાકડી ખૂબ જ હાઇડ્રેટિંગ છે જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે. તેમાં લગભગ 80 ટકા પાણી હોય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વજન ઝડપથી ઘટે છે. ઉનાળામાં કાકડીના જ્યુસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને શરીર હાઇડ્રેટ પણ રહે છે.


છાશ


છાશ પણ ખૂબ જ હાઇડ્રેટિંગ પીણું છે. ઉનાળામાં વજન ઘટાડવા માટે તમે તેનું સેવન કરી શકો છો. તેમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે


વિવિધ પ્રકારના જ્યુસ

ઉનાળામાં વજન ઘટાડવા માટે તમે નારંગી, મોસમી, નારિયેળ પાણી અને વિવિધ પ્રકારના જ્યુસનું સેવન પણ કરી શકો છો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે.


ફુદીનો-લીંબુ પાણી

વજન ઘટાડવા માટે તમે ફુદીના અને લીંબુ પાણીનું સેવન કરી શકો છો. આને પીવાથી શરીરમાં એકઠા થયેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, તે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ પણ રાખશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News