ભ્રષ્ટ્રાચાર સબબ અગાઉના બે અધિકારી પકડાયા બાદ નિમણૂકના એક માસમાં જ લાંચ બિઝનેસ ચાલુ કરી દેનાર અનિલ મારૂની ચેમ્બરમાંથી અન્ય ૫૦ હજાર પણ મળ્યા હતા
રાજકોટ ફાયર બ્રિગેડમાં નવા ઈનચાર્જ ચીફ ફાયર ઓફીસર તરીકે જોડાયાના માત્ર એક માસના ટુંકા ગાળામાં ફાયર એનઓસી માટે છ ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જેલ હવાલે થયેલા અનીલ બેચરભાઈ માની ચાર્જશીટ બાદની જામીન અરજી સ્પેશિયલ એસીબી અદાલતે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ, ગઈ તા. ૨૮ ૦૫ ૨૦૨૪ના રોજ ટી.આર.પી. ગેમઝોનમાં થયેલ અિકાંડ અંગે નોંધાયેલ કેસમાં પોલીસ તપાસ દરમ્યાન ટી.પી.ઓ.એમ.ડી.સાગઠીયા ઉપરાંત ઈનચાર્જ ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબાની સંડોવણી અને ગેરરીતીઓ અને અપ્રમાણસરની મિલકતો સબબ ધરપકડ થઈ હતી, તેમાં ભીખા ઠેબાની જગ્યાએ ભુજ ખાતે ડિસ્ટિ્રકટ ફાયર ઓફીસર તરીકે વર્ગ–૨ના કર્મચારી અનીલ બેચરભાઈ માને રા.મ્યુ. કોર્પેા.માં ચીફ ફાયર ઓફીસરનો ચાર્જ સોંપવામાં આવેલ હતો. વર્ગ–૧ ના કર્મચારી તરીકેનો આ ચાર્જ સંભાળ્યાના ૪૫ દિવસની અંદર ફાયર એન.ઓ.સી. આપવા માટે . ૩ લાખની લાંચની માંગણી કરી . ૧ લાખ ૮૦ હજાર સ્વીકારતા રંગેહાથો પકડાઈને જેલહવાલે થયા હતા. દરમિયાન એસીબી પોલીસની તપાસ પુર્ણ થયા બાદ ચાર્જશીટ ફાઇલ થઇ જતાં આરોપી અનિલ માએ રેગ્યુલર જામીન અરજી રજુ કરી હતી.
જામીન અરજી વખતે આરોપી તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે પોલીસ તપાસ પુરી થઈ ગયા બાદ કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રોસીકયુશને આરોપી સામેનો કેસ પુરવાર કરવાનો તબકકો આવે છે. આ મુજબની ટ્રાયલ પુરી ન થાય ત્યાં સુધી આરોપીને યુડિશિયલ કસ્ટડીમાં રાખવા જરી નથી. જામીનઅરજીના વિરોધમાં
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ટી.આર.પી. ગેમઝોનના અિ કાંડ બાદ ૩–૩ ચીફ ફાયર ઓફીસરો ૪ માસના ગાળામાં લાંચના અને અપ્રમાણસર મિલ્કતના કેસોમાં સંડોવાયેલ હોય ત્યારે છેલ્લા ચીફ ફાયર ઓફીસર અનીલ માની લાંચિયાવૃતિ અપ્રતિમ કહેવાય. પહેલા ચીફ ફાયર ઓફીસર ખેર, અને ત્યારબાદ ઠેબા જયારે લાંચના કેસોમાં ગંભીર રીતે સંડોવાયેલ હોય ત્યારે ભુજના ફાયર ઓફીસર અનીલ માને ચાર્જ સોંપાતાની સાથે જ લાંચની અભુતપુર્વ રકમનો કેસ બને ત્યારે ફાયર એન.ઓ.સી. માટે લાંચ કાયદેસરનો નિયમ હોય તેવી સમજ પ્રજામાં ફેલાઇ છે. આ સંજોગોમાં ચાર્જશીટ રજુ થઈ જવાથી કોઈ આરોપીને જામીન મળવાના સંજોગો બની જતા નથી. હાલના કેસમાં અનીલ માની ચેમ્બરમાંથી લાંચની . ૧ લાખ ૮૦ હજારની રકમ ઉપરાંત . ૫૦ હજાર બીજા પણ મળી આવેલ હતા, જે રકમ અન્ય કેસમાં લીધેલ લાંચની હોવાનું જણાયેલ હતું. આમ લાંચ માંગવાનું ચાલુ રાખેલ છે. આ સંજોગોમાં જયારે જામીન આપવા એ કોઈ નિયમ ન હોય પરંતુ અદાલતની વિવેક બુધ્ધિનો વિષય હોય ત્યારે હાલના આરોપીને જામીન આપવા ન જોઈએ, જે રજૂઆતો દલીલો ધ્યાને લઈને સ્પેશિયલ એસીબી કોર્ટ જજ વી. એ. રાણાએ અનિલ માની જામીન અરજી નામંજુર કરી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech