મુખ્યમંત્રી રાજકોટમાં: ૫૬૫.૬૩ કરોડના વિકાસકામોની ભેટ

  • March 26, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂ.૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત આજે તા.૨૬ને બુધવારે સાંજે પાંચ કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાશે. ઉપરોક્ત કાર્યક્રમમાં મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ આવાસો પૈકી ખાલી પડેલા ઇડબ્લ્યુએસ-૨ (૧.૫ બીએચકે)ના ૧૩૩, એમઆઇજી (૩ બીએચકે)ના ૫૦ એમ મળી કુલ ૧૮૩ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે. લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળનો પ્લોટ, કટારીયા ઓટો મોબાઈલ્સ શો રૂમની બાજુમાં, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે જાહેર સભાને સંબોધશે.

ઉપરોક્ત લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂડાના સી.ઈ.એ.જી.વી.મિયાણી, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઇ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઇ વસોયા, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી સહિતના પદાધિકારીઓએ મુખ્યમંત્રીના હસ્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને નિમંત્રણ પાઠવ્યું હતું.


મવડીમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ

મવડી વોર્ડ નં.૧રમાં ૧૧,૮૩૧.૦૦ ચો.મી. જગ્‍યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ૧ર૦૦ લોકોની ક્ષમતાવાળું સ્‍પોર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં ૯૫૦૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે ઓપન ગ્રાઉન્‍ડમાં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્‍કેટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્‍કેટીંગ રીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્‍ડ ફલોર પર સ્‍પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્‍ટન કોર્ટ, આર્ચરી, સ્‍કવોસ, પ્‍લે-ગ્રાઉન્‍ડ એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્‍જ, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તેવી વ્યવસ્થા છે. ઇન્‍ડોર સ્‍ટેડીયમની સુવિધાનો લાભ ૧,૫૦,૦૦૦ લોકોને મળશે.



મહાનગરપાલિકા હસ્તકના લોકાર્પણ-ખાતમુહૂર્ત

-લોકાર્પણના ચાર વિકાસકામ (કુલ રકમ રૂ.૫૮.૫૪ કરોડ)

-શહેરી બસ સેવામાં નવી ૨૫ બસનું લોકાર્પણ (કુલ ૧ કામ, રકમ રૂ.૩૦.૦૦ કરોડ)

-બાંધકામ વિભાગને લગત કામો (કુલ ૩ કામ, રકમ રૂ.૨૮.૫૪ કરોડ)

-મવડીમાં નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ

-ખાતમુહૂર્તના ૩૫ કામ (કુલ રકમ રૂ.૩૩૨.૨૬ કરોડ)

-બાંધકામ વિભાગને લગત ૩૧૫.૫૦ કરોડના કુલ ૩૧ કામ

-કાલાવડ રોડ ઉપર નવા રિંગ રોડ કટારીયા ચોકડી ખાતે આઇકોનિક ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત

-ડ્રેનેજ નેટવર્કને લગત કામ (કુલ ૩ કામ, રકમ રૂ.૧૩.૬૧ કરોડ)

-વોટર વર્કસ નેટવર્કને લગત કામો (કુલ ૧ કામ, રકમ રૂ.૩.૧૫ કરોડ)

-કુલ રકમ રૂ.૩૯૦.૮ કરોડના કુલ ૩૯ વિકાસકામો

-પીએમવાયના ૧૮૩ આવાસનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો


રૂડા વિસ્તારમાં આટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત

-૧૭૪.૮૩ કરોડના ખર્ચે ખાતમુહૂર્તના કુલ છ વિકાસકામ

-૧૦૧.૪૭ કરોડના બાંધકામ વિભાગના રસ્તા તથા બ્રિજને લગત ચાર વિકાસકામ

-કન્સ્ટ્રકશન ઓફ રિંગ રોડ-૨ ફેઝ-૨ ફ્રોમ કણકોટ રોડ ટુ કોરાટ ચોક (રોડ વર્ક)

-કન્સ્ટ્રકશન ઓફ ૪૫.૦મી. ડી.પી. રોડ ફ્રોમ રિંગ રોડ-૨, ફેઝ-૩ (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડ) ટુ મ્યુનિ. બાઉન્ડ્રી ઇન રૂડા એરિયા

-કન્સ્ટ્રકશન ઓફ ૪૫.૦મી. ડી.પી. રોડ ફ્રોમ નેશનલ હાઈવે-૨૭ (ખોડિયાર હોટલ) થી કાંગશીયાળી ગામના ગેટ સુધી

-ડ્રેનેજ વિભાગના કુલ ૨ કામ, રકમ રૂ.૭૪.૩૬ કરોડ

-રોણકી ગામ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નં.૩૮/૨ ભૂગર્ભ ગટર યોજના

-કાંગશિયાળી ગામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના


ટ્રાફિક ટેરરનો અંત લાવશે આઇકોનિક બ્રિજ

કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડીએ નિર્માણાધિન આઇકોનિક ફલાય ઓવર બ્રિજની લંબાઇ ૭૪૪ મીટર અને પહોળાઇ ર૩.૧૦ મીટર (૩+૩=૬ લેન) રહેશે જેમાં એકસ્ટ્રા ડોઝ સ્પાનની લંબાઇ ૧૬૦ મીટર તથા મેઇન સ્પાન ૮૦ મીટરનો રહેશે. જ્યારે આઇકોનીક ફ્લાય ઓવરબ્રિજની તદ્દન નીચે રિંગ રોડ-૨ ઉપર નિર્માણ થનારા અન્ડ‍ર પાસની લંબાઇ ૪૫૯ મીટર (ર+ર=૪ લેન) રહેશે અને અન્ડ‍ર બ્રિજના બોકસની સાઇઝ ૮.૫૦ મીટરX૪.૫૦ મીટર રહેશે.સૌપ્રથમ વખત બ્રિજ હેલ્થસ મોનિટરીંગ સિસ્ટમનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે. તદઉપરાંત ડેકોરેટિવ લાઇટીંગ અને બીઆરટીએસ લેન ગ્રેડનો પણ સમાવેશ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application