જામનગર જિલ્લાના સ્થાનકવાસી જૈન સંઘનું નવનિર્મિત જૈન ઉપાશ્રયનું ઉદ્ઘાટન ધીરજમુની સ્વામીની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. આ તકે દાતા પરિવારના પણ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના મેઈન બજાર ખાતે આવેલા સ્થાનકવાસી જૈન સંઘનું નવ નિર્મિત માતૃશ્રી નવલબેન વીરચંદ મહેતા મહાવીર જૈન ઉપાશ્રયનું ધીરજ મુનિ સ્વામીના અનુગ્રહથી વીરચંદ મીઠાલ લાલ મેહતા પરિવારના અનુદાનથી 51 લાખના ખર્ચે સત્તા કરી ઉપાશ્રય નું નિર્માણ કરવામાં આવેલું છે.
જેમાં વિદ્યાબેન નયનાબેન મયુરભાઈ અને ગીતાબેન મુકેશભાઈ અને પારુલ બેન રશ્મિબેન સુનિતાબેન નિલેશભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હત. શ્રીમદ રાજચંદ્ર મિશન ધર્મના પ્રણેતા ગુરુદેવ રાકેશજી ના આશીર્વાદથી વનિતાબેન વ્રજલાલ મહેતા, મંગલાવંતી હસમુખરાય મહેતા, રંજનબેન સુરેન્દ્રભાઇ મહેતા, દિનેશભાઈ વ્રજલાલ મહેતા તરફથી નૂતનની કરણ પૂર્ણ થયેલ છે. આ પ્રસંગે ભારત વર્ષના પ્રખર વક્તા ધીરજ મુની સ્વામી નું પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ તકે ધીરજ મુની સ્વામી એ જણાવ્યું હતું કે સંપત્તિ નો સત્કાર્યમાં સદુપયોગ કરવામાં આવે તો શાંતિ પ્રાપ્તિ થતી હોય છે. જેમાં પોતાની આગવી શૈલી માં પ્રવચન કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તકે શહેરના મહાનુભાવો અને આગેવાનો તેમજ જૈન પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ અવકાશમાંથી દેખાતો મહાકુંભનો મનમોહી લે એવો નજરો, જોવો તસ્વીરો
January 22, 2025 04:18 PMસિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર
January 22, 2025 03:42 PMકેકેવી બ્રિજ નીચે ગેમઝોન બને તો જોયા જેવી–કોંગ્રેસ ગેમ ઝોન પ્રોજેકટ સાકાર થઇને રહેશે–જયમીન ઠાકર
January 22, 2025 03:41 PMરૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય
January 22, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech