ગલ્ફ દેશ અબુધાબીમાં તૈયાર થયેલા પ્રથમ હિંદુ મંદિરની આગામી ૧૪ ફેબ્રુઆરી એ લોકાર્પણ વિધિ યોજાનાર છે ત્યારે બીએપીએસ સંસ્થાના વડા મહતં સ્વામી મહારાજ તૈયારીઓની સમીક્ષા કરવા અબુધાબી પહોચ્યા છે અને મંદિરના લોકાર્પણની ચાલતી તૈયારીઓની સમીક્ષા કરશે , ૧૪ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરનું ઉધ્ઘાટન કરશે. મહતં સ્વામી મહારાજનું યુએઇમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહતં સ્વામી મહારાજ સોમવારેબીએપીએસહિન્દુ મંદિરના ઉધ્ઘાટન પહેલા અબુ ધાબી પહોંચ્યા હતા. મહતં સ્વામી મહારાજ ૧૪ ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીમાં યુએઇના પ્રથમ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉધ્ઘાટનની અધ્યક્ષતા માટે રાયના અતિથિ તરીકે ગલ્ફ દેશમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસ હિન્દુ મંદિરનું ઉધ્ઘાટન કરશે.
એરપોર્ટ પર આગમન સમયે મહતં સ્વામી મહારાજનું યુએઇના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન મબારક અલ નાહ્યાને ઉષ્માભયુ સ્વાગત કયુ હતું. બીએપીએસ મંદિરના ઉધ્ઘાટન પહેલા આધ્યાત્મિક ગુ મહતં સ્વામી મહારાજ તૈયારીઓની સમીક્ષા કરવાઅબુધાબી પહોંચી ગયા છે.
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઇ આમ્ર્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મંદિરના નિર્માણ માટે ૨૦૧૫માં ૧૩.૫ એકર જમીન દાનમાં આપી હતી. એ બાદ યુએઇ સરકારે જાન્યુઆરી ૨૦૧૯ માં ૧૩.૫ એકર વધારાની જમીન ફાળવી, મંદિરને ભેટમાં આપેલી કુલ જમીન ૨૭ એકર થઈ ગઈ હતી. યાં મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. હવે આ મંદિરનો ઉધ્ઘાટન કાર્યક્રમ ૧૪મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.
'અહલાન મોદી' કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઇ પ્રવાસ પહેલા ભારતીય સમુદાયના 'અહલાન મોદી' કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નોંધનીય છે કે યુએઇની મુલાકાત દરમિયાન,મોદી મંદિરના ઉધ્ઘાટનના એક દિવસ પહેલા ૧૩ ફેબ્રુઆરીએ 'અહલાન મોદી' ખાતે ભારતીય પ્રવાસીને સંબોધિત કરશે. ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા જાહેર કરાયેલા આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્માર્ટ સ્કૂલની સંખ્યા વધી જતાં વીજળીના બિલમાં પણ મસમોટો વધારો થયો
November 15, 2024 11:18 AMલા–નીના સક્રિય થવાથી ઠંડી ભુક્કા કાઢશે: IMD
November 15, 2024 11:17 AMટ્રમ્પની જીત બાદ સોનું ૬ ટકા સસ્તું થયું પ્રતિ દસ ગ્રામ ૪,૭૫૦ રૂપિયાનો ઘટાડો
November 15, 2024 11:15 AMભારતના વિરોધ છતાં આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન મોકલી
November 15, 2024 11:14 AMવિરાટ કોહલી આજના દિવસે કરી હતી 50મી સદી પૂર્ણ, તોડ્યો હતો સચિન તેંડુલકરનો રેકોર્ડ
November 15, 2024 11:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech