જ્ઞાતિની વિધવા બહેનોને સહાય અને તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઈનામ વિતરણ કરાયું
ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગર દ્વારા પ્રથમ માળે નવનિર્માણ કરવામાં આવેલ સભાખંડનું તાજેતરમાં લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ સમારોહની શરૂઆત વૈદિક યજ્ઞ દ્વારા કરવામાં આવેલ હતી, જે આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર દ્વારા સંપન્ન કરાવવામાં આવેલ હતી, યજ્ઞના યજમાન તરીકે સત્સંગ મંડળના બહેનો જ બીરાજેલ હતા.
લોકાર્પણ બાદ જ્ઞાતિની વિધવા બહેનોને સહાય અને તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઈનામ વિતરણ સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ સંજયભાઈ દાઉદીયા, સહમંત્રી હિમાંશુભાઈ આશાવર, કોષાધ્યક્ષ રાજુભાઈ દાઉદીયા અને કારોબારી સભ્યોના હસ્તે કરવામાં આવેલ હતું.
આ સમગ્ર કાર્યક્રમ ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગરના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભોઈ જ્ઞાતિ સમસ્ત – જામનગરના તમામ હોદેદારો, સત્સંગ મંડળના બહેનોના સહકાર અને આર્થિક સહાયથી સંપન્ન કરવામાં આવેલ.સૂર્યમુખી સત્સંગ મંડળ દ્વારા રૂા. ૧૧,૧૧૧/- (અંકે રૂપિયા અગિયાર હજાર એકસો અગિયાર પુરા) નું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું, જે માટે ભોઈ જ્ઞાતિ સમસ્ત–જામનગરના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દ મંત્રીનરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અન્ય હોદ્દેદારો, ભોઈ જ્ઞાતિ સમસ્ત–જામનગરના સમગ્ર હોદ્દેદારો, જ્ઞાતિજનો અને સત્સંગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech