અભૂતપૂર્વ જંગી મેદની એકઠી થતાં, સાંસદ પૂનમબેન માડમની જંગી બહુમતીથી જીત નિશ્ચિત
આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર - દેવભૂમિ દ્વારકા સાંસદીય વિસ્તાર અંતર્ગત ૭૮ તથા ૭૯ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય નો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. વૈદિક, મંત્રોચાર સાથે જામનગર ઉતર વિધાનસભા, ૭૮ તથા જામનગર દક્ષિણ વિધાનસભા ૭૮ મધ્યસ્થ કાર્યાલય ના ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. જંગી મેદની સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમ માં ૭૯, વિધાનસભા ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા ૭૮, વિધાનસભા ના ધારાસભ્ય રિવાબા જાડેજા એ શ્રી પૂનમબેન માડમને જંગી બહુમતી થી જીતાડવા માટે અપીલ કરેલ.
આ તબક્કે પૂનમબેન માડમે જણાવેલ કે, આ ચૂંટણી ભારત દેશને ૨૦૪૭ માં વિશ્વગુરુ બનાવવાની ચૂંટણી છે, આપની ભાવિ પેઢી ના ભવિષ્ય ને ઉજ્વળ બનાવવા ની ચટણી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જી માં નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જામનગર ની જનતાએ જામનગર થી જંગી બહુમતી થી એક કમળ ને દિલ્લી પૂહોચાડવું, તેવી અપીલ કરેલ. માનનીય શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા એ જણાવેલ કે ચૂંટણી એટલે લોકશાહી નું પર્વ, સૌ કોઈ એ આ લોકશાહી ના પર્વ માં મતદાન અવશ્ય કરવું જોઈએ, અને આ ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ને, શ્રી પૂનમબેન માડમ ને જંગી બહુમતી થી જીતાડી દિલ્લી મોકલવા જોઈએ. ઉદઘાટન સમારોહ દરમિયાન એકથી થયેલ જનમેદની જોતા, શ્રી પૂનમબેન માડમની જંગી બહુમતી થી જીત નિશ્ચિત જણાય આવે તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળેલ.
આ કાર્યક્રમ માં ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, સિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મુકેશ દાશાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, સામાજિક અગ્રણી તથા ડીસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઇજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech