રેલ્વે વિભાગના વિવિધ પ્રોજેક્ટનું વડાપ્રધાનની વર્ચુલ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ

  • March 12, 2024 07:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર રેલવે ડિવિઝનના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શીલાયન્સ કરાયું હતું. ભાવનગર રેલવે ટર્મિનસ ખાતે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના તેમજ ભાવનગર ટર્મિનસ, વેરાવળ, જૂનાગઢ અને પોરબંદર સ્ટેશનો પર સ્ટોલ/ટ્રોલી લગાવવામાં આવી હતી. આ સાથે જ લીલીયા મોટામાં લિપ, અમરેલી સ્ટેશનથી એગ્રો ટર્મિનલ (FCI સાઇડિંગ) અને ખીજડિયા-અમરેલી બ્રોડગેજ સેક્શનનું ઉદ્ઘાટન, બ્રોડગેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવનગર રેલવે ડિવિઝનના વિવિધ વિકાસના કર્યોના ઉદ્ઘાટન અને શીલાયન્સ પ્રસંગે ડિવિઝનના તમામ સ્ટેશનો પર કેન્દ્રીય મંત્રીઓ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો હાજર ખાસ હાજર રહ્યા હતા. તેમજ ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન ખાતે સાંસદ તેમજ મહાનગર પાલિકાના મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સહિતના આગેવાનો, રેલવેના ડીઆરએમ, ડીસીએમ સહિતના અધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News