જામનગર આર.ટી.ઓ. ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી માટેનો ઉદઘાટન સમારોહ યોજાયો

  • January 01, 2025 06:08 PM 

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી માટેનો ઉદઘાટન સમારોહ આર.ટી.ઓ. જામનગર ખાતે રાખવામાં આવેલ

આર. ટી. ઓ. જામનગર, જામનગર જિલ્લા ટ્રાફિક શાખા, GSRTC તથા GVK EMRI 108 ઇમર્જન્સી સેવાના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ.

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 માટેની થીમ 'પરવાહ' (care) રાખવામાં આવેલ છે.

ઉદ્ઘાટન સમારોહની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવેલ. મંચસ્થ મહાનુભાવો દ્વારા માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ તથા હિટ એન્ડ રન કમ્પેન્સેશન સ્કીમ 2022 અંગેની માહિતી આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે ટ્રાફિકના નિયમોના પાલન માટે શપથ લેવામાં આવેલ. GVK EMRI 108 ઇમર્જન્સી સેવા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application