શિયાળામાં ઘણા ફળો અને શાકભાજી ઉપલબ્ધ હોય છે, જેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જેમાંથી એક છે શક્કરિયા. શક્કરિયાને અંગ્રેજીમાં સ્વીટ પોટેટો તરીકે પણ ઓળખવામાં આવે છે. હેલ્ધી ફેટ, પોટેશિયમ, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, વિટામિન ડી અને વિટામિન બી6 જેવા ઘણા પોષક તત્વો શક્કરિયામાં જોવા મળે છે. જે શિયાળામાં શરીરને ગરમ રાખવામાં અને શુગર, બીપી અને શુષ્ક ત્વચા જેવી અનેક સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. જાણો શિયાળામાં શક્કરિયા ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
શિયાળામાં શક્કરિયા ખાવાથી સ્વાસ્થ્યને આટલા લાભ મળે છે
પાચનક્રિયામાં સુધારો-
શક્કરિયામાં હાજર ઉચ્ચ ફાઈબર પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. શિયાળામાં શક્કરીયા ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. હેલ્થ એક્સપર્ટના મતે શિયાળામાં રોજ 1 થી 2 નંગ શક્કરિયા ખાવાથી કબજિયાત, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી સમસ્યા થતી નથી.
શુષ્ક ત્વચા
ઠંડા હવામાનમાં ત્વચા ઘણીવાર શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. ત્યારે શક્કરિયામાં રહેલા વિટામિન A, E અને C ત્વચાને અંદરથી પોષણ આપીને ડ્રાયનેસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. શક્કરિયામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ ત્વચાની કરચલીઓ અટકાવે છે.
હાઈ બ્લડ પ્રેશર
શક્કરિયા ખાવાથી હ્રદય સંબંધિત બીમારીઓનો ખતરો પણ દૂર થાય છે. તેમાં હાજર ફાઈબર શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જ્યારે પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત અપાવે છે.
આયર્નની ઉણપ દૂર કરવી
શરીરમાં આયર્નની ઉણપને કારણે એનર્જી નષ્ટ થાય છે, જેની ઈમ્યુનિટી પર પણ ખરાબ અસર પડે છે. શક્કરિયામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. દરરોજ શક્કરિયાનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવામાં મદદ મળી શકે છે.
ડાયાબિટીસ
શક્કરિયા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. શક્કરિયા બ્લડ સુગર અને ઇન્સ્યુલિન પ્રતિકારને નિયંત્રિત કરી શકે છે. શક્કરિયામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે તે બ્લડ સુગર લેવલ પર તાત્કાલિક અસર ઓછી કરે છે. આ ડાયાબિટીસથી પીડિત લોકોને તેમના બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. સફેદ છાલવાળા શક્કરીયાનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech