વેરાવળમાં ચીલ ઝડપની ટેવવાળા બે શખસોને પોલીસે ૮ મોબાઇલ સાથે ઝડપી લીધા

  • January 20, 2023 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ગીર સોમનાથ એલ.સી.બી. બ્રાન્ચે ચીલઝડપ કરેલ તેમજ ચોરી કરેલા મોબાઇલ સાથે બે શખ્સોને આઠ મોબાઇલ ફોન તથા એક મોટર સાયકલ મળી કુલ રૂા.૫૧,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
​​​​​​​
પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલ જી.આઇ.ડી.સી. માં પરપ્રાંતિય લોકો રોજગારી મેળવવા માટે મજુરી કામ કરતા હોય અને આ લોકો પોતાના મોબાઇલ ફોનમાં ચાલતા ચાલતા વાત કરતા હોય તે દરમ્યાન મોટર સાયકલમાં બેસેલ શખ્સો દ્રારા પાછળથી તેમના મોબાઇલની ચીલઝડપ કરી તેમજ પોતાને એક ફોન કરવો છે તેવા બ્હાના કાઢી આવા લોકોના ફોન મેળવી તેમજ ઉપલા ખીસ્સામાંથી રૂપિયા કાઢી ભાગી જતા હોવાના બનાવો છેલ્લા ત્રણ મહીનાથી બનવા પામેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા આવા શખ્સોને પકડી પાડી કાયદેસરની કડક કાર્યવાહી કરવા સુચના આપતા એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ હેઠળ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા, એ.એસ.આઇ. મૈસુરભાઇ વરૂ, અજીતસિંહ પરમાર, રામદેવસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, નટુભા બસીયા, ભુપેન્દ્રસિંહ ચાવડા, દેવીબેન રામ, પો.કોન્સ. રાજુભાઇ પરમાર તથા પેરોલ ફર્લો સ્કવોડના પો. હેડ કોન્સ. ભાવેશભાઇ મોરી તથા મીસીંગ સ્કવોડના પો.કોન્સ. વિનયભાઇ મોરી સહીતના પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ભીડીયા રોડ પાસેથી (૧) તકસીમ રજાકશા શાદીકશા શાહમદાર ઉ.વ.૨૧ રહે.મહેક સ્કુલની પાછળ દિવાનીયા કોલોની (ર) શાહરૂખ અમીનભાઇ ઇસ્માઇલભાઇ પંજા ઉ.વ.-૨૩ રહે.મુસ્તફા મસ્જીદ પાછળ દિવાનીયા કોલોની ને આઠ મોબાઇલ ફોન તથા એક મોટર સાયકલ મળી કુલ રૂા.૫૧,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે અને આ શખ્સો પાસેથી ઝડપેલ મોબાઇલો કોઇના હોય તેઓએ પોતાના બીલ પુરાવા સાથે પ્રભાસ પાટણ પોલીસનો સંપર્ક કરવા જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application