પિતૃ દોષમાંથી રાહત મેળવવા માટે પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ પક્ષના 16 દિવસો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે ભાદરવા પૂનમ થી અમાસ સુધી હોય છે. પિતૃ પક્ષની 16 તિથિ પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાનનું મહત્વ છે.
આ વર્ષે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે પરંતુ પ્રથમ શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. પિતૃ પક્ષ 2 ઓક્ટોબર 2024 ના રોજ સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન મૃત પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના સંબંધીઓને મળે છે. પિતૃપક્ષ દરમિયાન પરિવાર જે પણ ધાર્મિક વિધિઓ કરે છે, તેનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને વ્યક્તિ તેમના ઋણમાંથી મુક્ત થાય છે.
જો કે આ વર્ષનો પિતૃ પક્ષ શુભ માનવામાં આવતો નથી. તેનું કારણ એ છે કે આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત અને અંતમાં ગ્રહણની છાયા રહેશે. શું ગ્રહણ દરમિયાન શ્રાદ્ધમાં કરવામાં આવતી વિધિ કરી શકાય કે નહી?
પિતૃપક્ષ દરમિયાન બ્રહ્માંડમાં બનશે આ બે ઘટનાઓ
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના રોજ એટલે કે પિતૃપક્ષના પ્રથમ દિવસે (18મી સપ્ટેમ્બરે) થશે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પછી વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અમાસના રોજ 2જી ઓક્ટોબરે પિતૃ પક્ષના છેલ્લા દિવસે થશે. એ પણ ભારતમાં નથી દેખાવાનું. બંને ગ્રહણ ભારતમાં નથી દેખાવના એટલે કે સુતક માન્ય રહેશે નહીં.
પરંતુ હિન્દુ ધર્મમાં ગ્રહણની ઘટનાને શુભ માનવામાં આવતી નથી. ઉપરાંત જ્યારે 15 દિવસના સમયગાળામાં બે ગ્રહણ થાય છે તો તે વધુ અશુભ માનવામાં આવે છે. એટલે પિતૃપક્ષના પ્રથમ અને અંતિમ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ અથવા પિંડદાન કરતી વખતે વિશેષ ધ્યાન રાખવાની જરૂર પડશે.
પિતૃપક્ષના પ્રથમ દિવસે મોક્ષકાળની સમાપ્તિ પછી જ પ્રતિપદા શ્રાદ્ધ શરૂ કરો. છેલ્લા દિવસે સૂર્યગ્રહણ રાત્રે થશે અને પિતૃપક્ષ સંબંધિત ધાર્મિક વિધિઓ દિવસ દરમિયાન પૂર્ણ થશે. એટલે પિતૃ પક્ષ પર સૂર્યગ્રહણની કોઈ અસર નહીં થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech