નવા વર્ષમાં નવુ પાવર રિઝોલ્યુશન જામનગરમાં કંટ્રોલ મ બનાવાશે

  • January 02, 2025 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષમાં તમને ઘણી સારી વસ્તુ મળશે એ જ રીતે તમને પહેલા કરતા અનેક ગણા ઓછા ઇલેક્ટ્રિક આંચકા મળશે. જામનગરમાં પોતાનો કંટ્રોલ રૂમ બનાવવા જઈ રહી છે. આ માટેનું પ્લાનીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે ખૂબ મોટી જગ્યાની જરૂર પડશે, આથી  કંટ્રોલ રૂમ માટે જમીનની જોરશોરથી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં જામનગરમાં પીજીવીસીએલ અનેક ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે. વીજળીને લગતી ઘણી સમસ્યાઓ સામે આવે છે ત્યારે નિરાકરણ વિવિધ ઝોને સાથે મળીને કરવું પડે છે. કંટ્રોલ રૂમની સ્થાપના થયા પછી, સમગ્ર સંચાલનને એક જ કેન્દ્રીય બિંદુથી નિયંત્રિત કરવામાં આવશે.

આ કંટ્રોલ રૂમની વિશેષતા એ હશે કે અહીંના તમામ ઉચ્ચ અધિકારીઓ એક જ સ્થળે એકસાથે મળી શકશે અને કોઈપણ સમસ્યાનું નિરાકરણ એક જ કેન્દ્રીય પોઈન્ટ દ્વારા કરી શકાશે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં, વીજ ગ્રાહકો સીધા કંટ્રોલ રૂમમાંથી મદદ અને સહાય મેળવી શકશે. ના આંતરિક વિભાગોને ટૂંક સમયમાં પરસ્પર સહકાર મળશે. કંટ્રોલરૂમ બન્યા બાદ વીજળીને લગતી નાની-મોટી સમસ્યાઓ પણ કંટ્રોલરૂમમાં તમામ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ એક જગ્યાએ બેસીને દૂર કરી શકશે.

કંટ્રોલ રૂમના નિમર્ણિ બાદ જેએમસી અને પોલીસ કંટ્રોલરૂમ વચ્ચેનો સંપર્ક આ કંટ્રોલરૂમ દ્વારા સરળતાથી શક્ય બનશે, તેના કારણે શહેરમાં સુવિધાઓની કામગીરી ખૂબ જ સરળતાથી, સારી અને સુચારૂ રીતે થઈ શકશે.

કંટ્રોલરૂમ બન્યા બાદ  દરેક વિજળી સંબંધિત સમસ્યા માટે એક નંબર જારી કરશે, જેના પર કોલ કરીને કોઈપણ વિસ્તારના રહેવાસીઓ વીજળી સંબંધિત સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકશે અને તેનું નિરાકરણ પણ આપેલ સમય મયર્દિામાં બને તેટલું જલ્દી કરવામાં આવશે. કંટ્રોલરૂમ બન્યા બાદ વિવિધ વિસ્તારો અને વિવિધ વિભાગોના કર્મચારીઓની મીટીંગમાં વેડફાતો સમય બચશે અને તેની કામગીરીમાં પણ ઝડપ આવશે.

આ કંટ્રોલ રૂમ બનવા માટે એબીસીડી તો શરૂ થઈ ગઈ છે, પરંતુ તે ક્યારે તૈયાર થશે તે કહેવું હજુ થોડું મુશ્કેલ છે. આ કંટ્રોલરૂમમાં નિષ્ણાતોની એક ટીમ બેસશે જે વીજળી સંબંધિત સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં નિષ્ણાત હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application