રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ, એકનું મૃત્યુ, 84 દર્દી સ્વસ્થ થયા, એક્ટિવ કેસનો આંક 260 પર પહોચ્યો

  • May 11, 2023 08:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસ નોંધાયા છે. જયારે 84 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 260 પર પહોચી ગઈ છે. મહત્વનું છે કે આજે રાજ્યમાં અમદાવાદમાં એક દર્દીનું મૃત્યુ થયું છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તેમજ આજે 84 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો એક્ટિવા કેસની સંખ્યા 260 પર પહોચી છે. આ ઉપરાંત આપણે કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 12 નવા કેસ નોંધાયા છે. 


રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 260 પર પહોચ્યો છે. આ પૈકી 05 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 255 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,79,779 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,077 દર્દીના મોત થયા છે.




કોરોનાથી બચવા નીચેના ઉપાય કરી શકાય

માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ગણવી ન જોઈએ. આ સમસ્યા પણ કોરોના હોય શકે છે. જો આ પ્રકારની સમસ્યા હોય તો તાત્કાલિક નિષ્ણાતનો સૌ પ્રથમ તો સંપર્ક કરવો જોઈએ. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખવું જોઈએ. તેમજ ભીડભાડવાળી જગ્યાએ માસ્ક અવશ્ય પહેરીને જ રાખવુ તેમજ જવુ જોઈએ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરવું જોઈએ. આ ઉપરાંત જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળવુ જોઈએ અને જો તમે જો સ્પર્શ કરો છો કે કરવુ પડે છે તો તુરંત જ તમારા હાથને સેનિટાઈઝ કરી નાખવા જોઈએ. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરી દેવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application