સગાઈ તોડવા ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદમાં ભાવિ ભરથારના આગોતરા મંજૂર

  • September 29, 2023 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રહેતી યુવતીને ભાવિ ભરથાર અને નણદોયાએ મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદમાં અદાલતે ભાવિ ભરથારની આગોતરા જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આવેલા મોરબી હાઉસ પાસે રહેતી અસ્મિતાબેન પરસોતમભાઈ રોજાસરા નામની યુવતીની ગઢડા તાલુકાના સાંજણવદર રહેતા સિધ્ધરાજ અરવિંદભાઈ બારૈયા સાથે સગાઈ થઈ હતી અને જે સગપણ તોડી નાખવા મંગેતર સિધ્ધરાજ બારૈયા તેના બનેવી અજય ગાંડુભાઈ ડાભી (રહે. મોટી ખીલોરી, તા. ગોંડલ) સાથે મળી અસ્મિતાબેન રોજાસરાને સગાઈ તોડી નાખવા માટે ત્રાસ આપતા બાબતે ત્રાસી જઇ સ્મિતાબેન રોજાસરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની મૃતકના પિતા પરસોત્તમભાઈ રોજાસરાએ પ્રધુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સંદર્ભે આરોપી ભાવિ ભરથાર સિધ્ધરાજ અરવિંદભાઈ બારૈયાએ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા આરોપીની દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ કોર્ટે આરોપી સિધ્ધરાજ બારૈયાની આગોતરા જામીન અરજી કોર્ટ દ્રારા મંજુર કરતો હત્પકમ કર્યેા હતો.આ કામમાં આરોપી વતી ધારાશાક્રી અજય કે. જોષી, સ્તવન જી. મહેતા, નિકુંજ શુકલા, કૃષ્ણ પટેલ, બ્રિજેશ ચૌહાણ, ઋષિ પારેલીયા, ત્રિશુલ પટેલ, નિલરાજ રાણા, શ્યામ ત્રિવેદી, મદદનીશ તરીકે પ્રદિપ પરમાર, સત્યજીતસિંહ જાડેજા અને નિશાંત ચાવડા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application