આચારસંહિતાને ઘ્યાનમાં લઇને ધડાધડ ખાતમુર્હુત કરી દેવાયા: સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા અને ચેરમેન નિલેષ કગથરા સહિતના પદાધિકારીઓની હાજરી: લાંબા સમય બાદ જામનગરને મળશે અદ્યતન બસ સ્ટેન્ડ
જામનગર શહેરમાં છેલ્લા ૧પ વર્ષથી અદ્યતન એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવવા માટે માંગ કરવામાં આવી હતી, એટલું જ નહીં ત્રણ માળનું હોટલ સહિતની સગવડતાવાળું એસ.ટી. બસ સ્ટેન્ડની મંજુરી પણ મળી ગઇ હતી, પરંતુ જુનાગઢ અને રાજકોટ બસ સ્ટેન્ડને જામનગર બાદ મંજુરી મળી હતી, પરંતુ તે અદ્યતન થઇ ગયા, આખરે ગઇકાલે જામનગરના સાંસદ પૂનમબૈન માડમના હસ્તે નવા બસ સ્ટેન્ડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. રુા. ૧૪.૪૮ કરોડના ખર્ચે આ બસ સ્ટેન્ડ બનશે, બીજી તરફ જામનગર શહેરની મઘ્યમાં આવેલ ભાગ-૨ અને ૩ પર્યાવરણ થીમ ઉપર બનાવવા માટેની દરખાસ્ત મંજુર કરાયા બાદ રુા. ૩૩ કરોડના ખર્ચે તળાવનો બીજો ભાગ પણ મંજુર થઇ ગયો છે.
જામનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં ગઇકાલે સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું, જેમાં ૧૩ પ્લેટફોર્મ, મુસાફરો માટે વેઇટીંગ હોલ, બુકીંગ રીઝર્વેશન બારી, વીઆઇપી વેઇટીંગ રુમ, લેડીઝ, જેન્ટસ વેસ્ટ રુમ, બેબી ફીડીંગ રુમ, કીચન સાથે કેન્ટીંગ, વોટર રુમ, દિવ્યાંગ રુમ સહિતની વિવિધ સુવિધાઓ હશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની/રાજ્ય સરકારની અમૃત ૨.૦ની ગ્રાન્ટ અંતર્ગત રેજુવનેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ રણમલ પાર્ટ-૨ અને પાર્ટ-૩ તથા આગવી ઓળખની ગ્રાન્ટ અંતર્ગત રેસ્ટોરેશન, ક્ધઝર્વેશન, ક્ધસોલીડેશન એન્ડ રી-સ્ટોરેશન ઓફ ભુજીયો કોઠો (ફેઇઝ-૨) (હેરીટેઝ ચેઈન) જામનગર ખાતે સંસદ સભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને અનુક્રમે રુા.૩૦૮૭.૦૦, રુા.૧૩૬૫.૦૦ લાખના અંદાજીત ખર્ચે રણમલ લેક ગેઇટ નં.૨ની સામે ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં રણમલ તળાવમાં આધુનિક સુવિધાઓ રહેશે, સાયકલ ટ્રેક, પાથ વે, વોકીંગ ઝોન, ગઝેબો, બુક સ્ટોરેજ એરીયા, સર્ફીંગ ઝોન, મલ્ટીમેક્રી વિઝન રુમ, એલઇડી લાઇટ, કીડઝ ગાર્ડન, વોકીંગ એરીયા સહિતની સગવડતાઓ મળશે.
ખાતમૂહર્ત પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન સ્ટે.કમિટી નીલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંમભણીયા, મ્યુ.સભ્યઓ તથા આસી.કમિશનર (વ) અને સીટી ઈજનેર ભાવેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિશનર ડી.એન.મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ - પ્લાનીંગ શાખાના અધિકારી/કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech