શહેરમાં ચેક રીટર્ન કેસમાં સોની શખ્સને રૂા. 17.40 લાખનો દંડ તથા બે વર્ષની કેદ

  • September 15, 2023 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કામના ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમાં અને આ કામના આરોપી જયસુખ હરીલાલ રાણીંગા(સૌની)ને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરિયાત હોવાથી તે આ કામના ફરીયાદી પાસેથી કટકે કટકે રકમ 8,70,000/- લીધેલા હતા, અને આ રકમની પરત ચુકવણી કરવા માટે ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, દિગ્વિજય પ્લોટ, જામનગર શાખાનો ફી રૂા. 8,70,000/- નો ચેક આપેલ હોય અને ચેક પાકતી તારીખે પાસ થઈ જશે અને ફરીયાદીને તેમની લેણી રકમ મળી જશે. તેવી સ્પષ્ટ બાહેંધરી આપેલી હતી.


જેથી ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમા દ્વારા આરોપીની સુચના મુજબ ચેક તેમની બેંકમાં રજુ કરતા ફંડસ ઇનસફીસીયન્ટ ના શેરા પરત ફરેલ હોય અને આ કામના ફરીયાદી બળવંતસિંહ જીવુભા ચુડાસમાને તેમની કાયદેસરની રકમ મળેલ ન હોય, અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ જેની પણ દરકાર લીધેલ નહીં.


જેથી નાછુટકે આ કામના ફરીયાદી દ્વારા પોતાની લેણી રકમ પરત મેળવવા જામનગરની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ધી નેગોશીચેબલ-ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હોય. ત્યારબાદ 2019 થી લાંબો સમય સુધી આ મેટર ચાલેલ હોય જેમાં ફરિયાદ પક્ષે તેમના પુરાવા રજુ કરેલ હોય અને આરોપીએ તેનો બચાવ રજુ કરેલ હોય જેમાં આરોપી પક્ષ દ્વારા ફરિયાદીની આર્થિક સક્ષમતા ન હોય અને રોક કાયદેશરની લેણી રકમનો ન હોય તેવો બચાવ લીધેલ પરંતુ તે બચાવ ફરિયાદીના પુરવાનું ખંડન કરવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ હોય તેવું કોર્ટ દ્વારા તારણ કાઢવામાં આવેલ અને ફરિયાદ પક્ષની દલીલો અને કેસના રેકોર્ડ ધ્યાને લઇ નામદાર કોર્ટે કાયદાકીય ચચર્િ અને સંજોગો ધ્યાને લેતા ફરિયાદી પોતાની ફરિયાદ નિશંકપણે પુરવાર કરવામાં સફળ રહેલ છે. તેવું નામદાર કોર્ટ માનેલ અને આ કામના આરોપી જયસુખ હરીલાલ રાણીંગા(સોની)ને તકસીરવાર ઠરાવીને બે વર્ષની સજા તથા ચેકની બમણી રકમ રૂ.17,40,000/- નો દંડ કરવામા આવેલ છે. અને જો દંડની રકમ ન ભરે તો વધુ ચાર મહીનાની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ હોય અને ફરીયાદીને ન્યાય આપેલ છે.

આ કામે ફરીયાદી તરફે જામનગરના ધારાશાસ્ત્રી  જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application