અગ્નિ કાંડ કેસમાં જાપ્તા પાર્ટી નહીં આવતા 23 ઓક્ટોબરની મુદત પડી

  • October 09, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી સામે ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયા બાદ વકીલો રોકવા મામલે માગવામાં આવેલી ગઈ કાલે ચોથી મુદતે સેશન્સ કોર્ટમાં  કેદીપાર્ટી નહીં પહોંચતા આ કેસમાં તારીખ 23મી ઓક્ટોબરની વધુ એક મુદત પાડવામાં આવી છે.
રાજકોટના કાલાવડ રોડ નજીક નાના મહુવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે સર્જાયેલા અગ્નિકાંડ તંત્ર અને સંચાલકોની સાંઠગાંઠ, ગુનાહિત બેદરકારીથી માનવસર્જિત નરસંહાર સામાન હોવા સબબ ફાયર બ્રિગેડ, ટાઉન પ્લાનિંગ સહિતના તંત્ર વાહકો તેમજ સંચાલકો વગેરે પંદર શખસો સામે ગુનો નોંધી ધરપકડ કરી ધોરણ સરની કાર્યવાહી અને તપાસના અંતે ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું. તેમાં કેસ સેશન્સ કમિટી  થયા બાદ આરોપીઓ તેમના તરફે વકીલ રોકી નહીં શકતા ત્રણ ત્રણ મુદતો આપવામાં હતી. તેમાં છલ્લે વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી તાકીદ સાથે ગઈકાલ તારીખ આઠમી ઓક્ટોબરે ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા વધુ એક મુદત પડી છે. હવે આગામી તા.23 ઓક્ટોબરના રોજ કેસ મુદત પડી છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application