સુરતના ઉમરપાડામાં માત્ર બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ

  • September 10, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું થયું છે અને ભારેથી અતિભારે વરસાદની કોઈ આગાહી ન હોવા છતાં સુરત જિલ્લાના ઉંમરપાડામાં ધોધમાર વરસાદ પડો છે આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ઉમરપાડામાં એક ઈંચ વરસાદ પડો હતો. પરંતુ સવારે ૬:૦૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શ થયો છે અને બે કલાકમાં જ સાડા છ ઈચ પાણી પડી ગયું છે.
આવી જ રીતે નર્મદા જિલ્લામાં પણ સવારથી મેઘ સવારી આવી ચડી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાંગબારામાં સાડા ત્રણ ઈચ વરસાદ પડા પછી આજે સવારે બે કલાકમાં અઢી ઈંચ વરસાદ પડો છે. ડેડીયાપાડમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજસ્થાન પરના સાઈકલોનિક સરકયુલેશનની અસરના ભાગપે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડો છે. દાહોદના સિંગવડમાં અઢી દેવગઢબારિયામાં દોઢ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં દોઢ સુરતના કામરેજ અને તાપીના વાલોડમાં દોઢ ઈંચ વરસાદ પડો છે. કંટ્રોલ મના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાયના ૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આજે સવારે ૬ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન ૪૪ તાલુકામાં વરસાદ પડો છે. ૨૧ તાલુકા એવા છે કે ત્યાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ પડો છે. ઓડિશામાં અંદરના ભાગે ડીપ ડિપ્રેશન સર્જાવવા પામ્યું છે અને તેના કારણે ઓડિશા વિદર્ભ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News