પુણે પોર્શ કાર અકસ્માતમાં નબીરાને બચાવવા માતાએ આપ્યો હતો સાથ, કરાવી હતી બ્લડની હેરાફેરી

  • May 30, 2024 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુણે પોર્શ કાર અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી કિશોરના બ્લડ સેમ્પલ તેની માતાના બ્લડ સેમ્પલથી બદલવામાં આવ્યા હતા. આ મામલામાં બે ડોકટરોની ધરપકડ થઈ ચૂકી છે. ડોક્ટરો પર પૈસા લઈને બ્લડ સેમ્પલની આપ-લે કરવાનો આરોપ છે. સગીર આરોપીના પરિવારજનોએ તેના બદલામાં ડોક્ટરને લાખો રૂપિયા આપ્યા હતા.


હવે પોલીસ આ કેસમાં સગીર આરોપીની માતાની પણ પૂછપરછ કરશે. આ માટે પોલીસે જ્યારે શિવાની અગ્રવાલની પૂછપરછ કરી તો જણાવવામાં આવ્યું કે તે ઘરે નથી. આવી સ્થિતિમાં હવે આરોપીની માતા ક્યાં છે તે એક મોટો પ્રશ્ન છે.


પુણેમાં રોડ અકસ્માતના કેસમાં પોલીસે તેની કાર્યવાહી કડક અને ઝડપી બનાવી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોની ધરપકડ કરી છે. ડૉ. અજય તાવારેસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસૂનના ડીન વિનાયક કાલેને ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા તમામ ડોક્ટરો સરકારી સાસૂન હોસ્પિટલમાં કામ કરે છે. તેમના નામ છે ડો. અજય તાવરે અને ડો. શ્રીહરિ હલનોર.


થોડા દિવસો પહેલા આરોપીની માતાનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાં તેણે પોલીસને તેના પુત્રને બચાવવા વિનંતી કરી હતી. આરોપીની માતાએ વીડિયોમાં કહ્યું હતું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેના પુત્રનો નહીં પરંતુ કોઈ અન્યનો છે. આ કેસમાં પોલીસે સગીર આરોપીની સાથે આરોપી વિશાલ અગ્રવાલ અને સુરેન્દ્ર અગ્રવાલની પણ ધરપકડ કરી છે. પોર્શ કારની ટક્કરમાં બે લોકોના મોત થયા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application