સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી ડામવા માટે પોલીસ દ્વારા તાલુકા કક્ષાએ લોકદરબાર યોજી અરજદારોને ફરિયાદ કરવા માટે જણાવાઈ રહ્યું છે અને આ ફરિયાદના આધારે વ્યાજખોરી કરતા શખ્સો સામે પોલીસ ગુનો નોંધી રહી છે આ વચ્ચે વાંકાનેરના કેરાળા ગામે મહિલાએ વ્યાજખોરોના ત્રાસી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કેરાળા ગામે રહેતા આશિયાનાબેન ફિરોઝભાઈ સૈયદ (ઉ.વ.૩૦) નામના મહિલાએ ગઈકાલે સાંજે આઠેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી લેતા પ્રમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા વાંકાનેર પોલીસને કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના બિછાને રહેલા મહિલાના કહેવા મુજબ પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને સંતાનમાં એક પુત્ર પુત્રી છે. પતિને ગાડી લેવા માટે એક વર્ષ પહેલા વાંકિયા ગામના મુકમુદીન નામના શખ્સ પાસેી બે લાખ વ્યાજે લીધા હતા જેના વ્યાજની રકમમાં પાંચ લાખ ચુકવી દીધા બાદ પણ દરરોજની એક હજાર રૂપિયાની પેનલ્ટી મારી ઘરે પૈસાની ઉઘરાણી કરી ત્રાસ આપે છે. જેનાી કંટાળી પગલું ભરી લીધું છે. આક્ષેપો અંગે વાંકાનેર પોલીસે તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMસફેદ કે લાલ? કઈ ડુંગળીનો ઉપયોગ વધુ ફાયદાકારક?
January 23, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech