GMC ટુર્નામેન્ટમાં સુરત મેયર ઈલેવન સામે જામનગર મેયર ઇલેવનનો પ્રથમ મેચમાં જળહળતો વિજય

  • February 06, 2025 12:57 PM 

ટુર્નામેન્ટનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે કરાયો.

જામનગર મેયર ઈલેવન તથા અમદાવાદ મેયર ઈલેવન વચ્ચે સેમી ફાઈનલ આવતીકાલે યોજાશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દરેક મહાનગરપાલિકાની મેયર ઈલેવન તથા કમિશ્નર ઈલેવનની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું. દરેક મહાનગરપાલિકાની મેયર ઈલેવન તથા કમિશ્નર ઈલેવનની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે કરાવવામાં આવ્યો.


જામનગર મેયર ઈલેવન તથા સુરત મેયર ઈલેવન વચ્ચે મેચ રમાયો હતો જેમાં પ્રથમ ઈનિંગમાં જામનગર મેયર ઈલેવન દ્વારા કુલ ૧૭૪ રન કરવામાં આવ્યા હતા જેમાં ધવલભાઈ નંદા ૫૫ રન, કેતનભાઈ નાખવા ૪૬ રન.જયરાજસિંહ જાડેજા ૧૩ રન, તથા અલ્તાફભાઈ ખફી ૧૧ રન બનાવ્યા હતા.


જેના સામે સુરત મેયર ઈલેવન ૮૩ રનમાં ઓલઆઉટ થઇ ગયેલ જેમાં જામનગર મૈયર ઈલેવન દ્વારા બોલીંગમાં જયરાજસિંહ જાડેજા ૩ વિકેટ, તપનભાઈ પરમાર ૩ વિકેટ, જીતેશભાઇ શિંગાળા ૨ વિકેટ, દિવ્યેશભાઈ અકબરી ૧ વિકેટ તથા આનંદભાઈ રાઠોડ ૧ વિકેટ મેળવી સુરત મેયર ઈલેવન સામે જામનગર મેયર ઈલેવનની શાનદાર ૯૧ રનથી વિજેતા થયેલ.આ મેચમાં મેન ઓફ થી મેચ જયરાજસિંહ જાડેજાને જાહેર કરવામાં આવ્યા.


જામનગર મેયર ઈલેવન તથા અમદાવાદ મેયર ઈલેવન વચ્ચે સેમી ફાઈનલ આવતીકાલે યોજાશે.


જામનગર મેયર ઇલેવનમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા તથા ટીમના મેનેજર અને ચેરમેન સ્ટે.કમિટી નીલેશભાઈ કગથરાના માર્ગદર્શન હેઠળ કેતનભાઈ નાખવા (કેપ્ટન),  આનંદભાઈ રાઠોડ(વાઈસ કેપ્ટન), ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, આશિષભાઈ જોષી, ગોપાલભાઈ સોરઠીયા, ધર્મરાજસિંહ જાડેજા,જયરાજસિંહ જાડેજા, મનીષભાઈ કટારીયા, જીતેશભાઈ શિંગાળા, તપનભાઈ પરમાર, પાર્થભાઈ કોટડીયા, પાર્થભાઈ જેઠવા, ધવલભાઈ નંદા, અલ્તાફભાઇ ખફી, રાહુલભાઈ બોરીચા વગેરે જામનગર મેયર ઈલેવન ટીમના પ્લેયર તરીકે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application