અટલ સરોવરમાં સિંગાપોર જેવા ચકડોળ આવ્યા; ટ્રાયલ રન સફળ

  • April 05, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નિર્મિત રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડના સ્માર્ટ સીટી પ્રોજેકટ એરિયામાં નિર્માણ કરાયેલા અટલ સરોવરને કાંઠે ન્યુ રેસકોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. અટલ સરોવર પ્રોજેકટ અંતર્ગત શહેરીજનો માટે ત્યાં આગળ વિવિધ રાઇડસનું નિર્માણ કરવામાં આવનાર છે, દરમિયાન તાજેતરમાં સિંગાપોરના વિવિધ પાર્કમાં જોવા મળે છે તેવા પ્રકારના સ્લો સ્પીડના ફેરીવિલ્સની ટ્રાયલ કરવામાં આવી હતી જે સફળ રહી હોવાનું મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ૧.૨૫ કિલોમીટરની લંબાઈના ટ્રેનનો ટ્રેક બનાવવામાં આવ્યો છે જેના ઉપર ટોય ટ્રેન દોડશે અને તેના સ્પીડ નિર્ધારણ સહિતની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. અહીં ફેરી વહીલ્સ સહિતની રાઇડસ ઉભી કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત પણ એક ડઝનથી વધુ રાઇડસ મૂકવામાં આવશે તેની કામગીરી ચાલી રહી છે અને તે આગામી તા.૧લી મે પહેલા પૂર્ણ થઈ જશે. જોકે વિવિધ રાઇડસ માટે જિલ્લા કલેકટર તત્રં અને પોલીસ તંત્રમાંથી મંજૂરીઓ મેળવવાની બાકી છે તે માટેની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્રારા વિવિધ રાઇડસની ફીના દર નક્કી કરવામાં આવશે તેની પ્રક્રિયા પણ શ કરાય છે. અટલ સરોવરમાં પુખ્ત વયની વ્યકિત માટેની પ્રવેશ ફી .૨૫ રહેશે અને બાળકો માટેની પ્રવેશ ફી .૧૦ રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News