ચંદ્રની માટીમાંથી પાણી બનાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. નવી પદ્ધતિનો ઉપયોગ કરીને, એક ટન ચંદ્રની માટીમાંથી લગભગ ૫૧–૭૬ કિલો પાણી બનાવી શકાય છે. આ પાણી ૫૦ લોકોના દૈનિક પીવાના પાણીના વપરાશ જેટલું છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોએ શોધી કાઢું છે કે ચંદ્રની માટીના આ નમૂનામાં મોટી માત્રામાં હાઈડ્રોજન છે.
વૈજ્ઞાનિકોએ સાબિત કયુ છે કે ચંદ્રની જમીનમાં પાણી છે. ચીનના વૈજ્ઞાનિકોને ચદ્રં પરથી લાવવામાં આવેલી માટીમાંથી પાણી બનાવવામાં સફળતા મળી છે. વર્ષ ૨૦૨૦માં ચીનના ચાંગે–૫ મિશન હેઠળ ચદ્રં પરથી માટી લાવવામાં આવી હતી.
ચીનના રાય પ્રસારણકર્તા સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે વૈજ્ઞાનિકોએ ચંદ્રની માટીમાંથી પાણી બનાવવાની નવી રીત શોધી કાઢી છે. નવી પદ્ધતિનો ઉપયોગ કરીને, એક ટન ચંદ્રની માટીમાંથી લગભગ ૫૧–૭૬ કિલો પાણી બનાવી શકાય છે. આ પાણી ૫૦ લોકોના દૈનિક પીવાના પાણીના વપરાશ જેટલું છે. આ પાણી દરેક ૫૦૦ મિલીની ૧૦૦ થી વધુ બોટલ છે. ૨૦૨૦ માં, ચીનના ચાંગ ઇ–૫ મિશનએ ૪૪ વર્ષમાં પ્રથમ વખત માનવ ચંદ્રના નમૂનાઓ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો.
સીસીટીવી રિપોટર્સ અનુસાર, ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના સંશોધકોને જાણવા મળ્યું છે કે ચંદ્રની માટીના આ નમૂનામાં મોટી માત્રામાં હાઈડ્રોજન છે. યારે આ માટીને અતિશય તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે જમીનમાં હાજર હાઇડ્રોજન અન્ય તત્વો સાથે પ્રતિક્રિયા કરીને પાણીની વરાળ બનાવે છે.
સીસીટીવીએ જણાવ્યું કે ત્રણ વર્ષના સઘન સંશોધન બાદ ચંદ્રની માટીમાંથી મોટા પ્રમાણમાં પાણી ઉત્પન્ન કરવાની નવી પદ્ધતિ શોધી કાઢવામાં આવી છે. આ ભવિષ્યમાં ચદ્રં વૈજ્ઞાનિક સંશોધનમાં મદદ કરશે તેવી અપેક્ષા છે. આ શોધની ઘોષણા ત્યારે કરવામાં આવી છે યારે ચીનના વૈજ્ઞાનિકો જૂનમાં ચાંગે–૬ મિશન દ્રારા પાછા લાવવામાં આવેલા ચંદ્રના નમૂનાઓ પર પહેલેથી જ પ્રયોગો કરી રહ્યા છે.
ચદ્રં પર પાણી ભવિષ્યના માનવ મિશનમાં ઉપયોગી થઈ શકે છે. આ પાણીનો ઉપયોગ હાઇડ્રોજન રોકેટ ઈંધણ બનાવવા માટે કરી શકાય છે. આ શોધ ચીનના દાયકાઓ જૂના પ્રોજેકટ માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે, જેના હેઠળ ચીન ચદ્રં પર કાયમી કેન્દ્ર બનાવવા માંગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech