આગામી 10 વર્ષના નવા કેલેન્ડર માટે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

  • May 24, 2023 11:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ૧૦ વર્ષના નવા ભરતી કેલેન્ડર માટે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ થી ૨૦૩૩ સુધીની ભરતી પ્રક્રિયા અંગે ચાલુ વર્ષના અંત સુધીમાં આખરી ઓપ આપવામાં આવશે.


મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે.



અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024 થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે. જેના અંતર્ગત અધિક મુખ્ય સચિવશ્રી, સામાન્ય વહીવટ વિભાગ, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ અને સચિવશ્રી, ખર્ચ કક્ષાએ તમામ વહીવટી વિભાગો સાથે નવું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે. જૂન, જુલાઈ અને ઓગષ્ટ માસ દરમિયાન બેઠકો યોજીને દરેક વહીવટી વિભાગ માટેના નવા ભરતી કેલેન્ડર તૈયાર કરીને નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન કૂલ-૧,૫૬,૪૧૭ જગ્યાઓ ભરવાનું રાજ્ય સરકારનું આયોજન હતું.  જેની સામે હાલની સ્થિતિેએ ૧,૬૭,૨૫૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application