રાજકોટ એઇમ્સના ડાયરેકટર, ડીન, એચઓડી, એડમીન ઓફિસર સહિતના ચાર વ્યકિતઓ સામે પોતાની સાથે લિંગ આધારિત ભેદભાવ, ગુંડાગીરી, અને ઉત્પીડન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથેની અરજી કલેકટર રાજકોટને કરી હતી અને એ પોલીસ કમિશનરને ટ્રાન્સફર કરવામાં આવતા વિસ્તાર ગાંધીગ્રામ પોલીસમાં આવતો હોવાથી અરજી ગાંધીગ્રામ પોલીસમાં મોકલી આપવામાં આવતા પોલીસે એઇમ્સની આઈસીસી (ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટી)ને મોકલી આપી ૩૦ દુવસમાં જવાબ આપવા માતેનું જણાવ્યું મહિલા પ્રોફેસરની આક્ષેપોની અરજીના પગલે દિલ્હી સ્થિત આરોગ્ય મંત્રાલય દ્રારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આઈસીસી (ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટી) ટૂંક સમયમાં રિપોર્ટ તૈયાર કરી રજુ કરશે.
એઈમ્સના સુત્રોમાંથી મળતી વિગત મુજબ જે મહિલા પ્રોફેસરએ એઈમ્સના ડાયરેકટર કર્નલ ડો.સી.ડી.એસ.કટોચ, ડીન સંજય ગુા, એચઓડી અશ્વિની અગ્રવાલ અને એડમીન ઓફિસર જયદેવસિંહ વાળા સામે આક્ષેપ કર્યા છે તેમાં સિક્કાની બીજી બાજુ જોવામાં મહિલા પ્રોફેસરની જ કેટલીક ચોંકવનારી બાબતો સામે આવી છે. વર્ષ ૨૦૨૩માં રાયપુર એઇમ્સથી રાજકોટ એઇમ્સમાં જોઈન થયા બાદ તે જે ડિપાર્ટમેન્ટના વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેને અપ્રીસીએટ કરવા માટે એઇમ્સની એક તાલીમ અર્થે જમ્મુ એઇમ્સ ખાતે મોકલવામાં માટે ડાયરેકટર દ્રારા પ્રસ્તાવ મુકવામાં આવતા તેમને સ્વીકાર કરતા જમ્મુ એઇમ્સ ખાતે પણ મોકલવામાં આવ્યા હતા. એ પછી તેમને ડીન તરીકેનો ચાર્જ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ પોતે જે વિભાગના વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યાં તેમની જ ફેકલ્ટીના ચાર જેટલા એસો.પ્રોફેસરો તેમના વર્તન અને કામની પધ્ધતિથી ત્રાસી જતા ડીન અને ડાયરેકટરને રજૂઆત કરી હતી. રજુઆતમાં એટલી હદે જણાવાયું હતું કે, વિભાગના વડા તરીકે આ મેડમ કામ કરશે તો અમે હવે કામ નહીં કરીએ. વધુમાં મહિલા તબીબ ડીન અધ્યક્ષતામાં મીટીંગ બોલાવવામાં આવી હોઈ ત્યારે પણ કોઈના કોઈ બહાના ધરી હાજર રહેતા નહતા તેમની કેટલીક મનસ્વી નીતિના કારણે અને એસો.પ્રોફેસરોની ફરિયાદના કારણે એઈમ્સના ડાયરેકટર દ્રારા તેમને વિભાગના વડાના પદેથી હટાવવામાં આવ્યા હતા. એ પછીથી મહિલા તબીબ દ્રારા યેનકેન પ્રકારે સંસ્થાનું વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયાસો શ કર્યા હતા. એઈમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા તબીબને તેમની કામગીરીને લઇને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી તેના પણ તેને યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નહતો. સંસ્થાકીય બાબત હોવાથી એઈમ્સના મુખ્ય જવાબદારો દ્રારા તેમને સમજાવવામાં પણ આવ્યા હતા એમ છતાં તેમણે ઇન્સ્િટટૂટના પ્રોટોકોલની વિદ્ધ જ જઈ સંસ્થાના વડા એટલે કે ડાયરેકટરને કમ્પ્લેઇન કરવાને બદલે સીધી જ એઈમ્સના વુમન્સ સેલમાં ફરિયાદ કરી હતી અને ત્યાંથી પણ તેમને સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનું લાગતા પીએમ પોર્ટલમાં ફરિયાદ કરી હતી. જેનો જવાબ પણ એઈમ્સના ડાયરેકટર દ્રારા આપવામાં આવ્યો હતો. જો કે હવે આ અઠવાડિયામાં અનોટોમી વિભાગના હેડ સીમી મહેરાની અધ્યક્ષતામાં આઈસીસીની પાંચ સભ્યોની કમિટી બેસી મહિલા તબીબ અને જેની સામે આક્ષેપ થયા છે એ એઈમ્સના ડાયરેકટર સહીત ચારના પણ નિવેદન નોંધી રિપોર્ટ ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવશે
મહિલા તબીબની અગાઉની કામગીરીનો રિપોર્ટ મગાવાશે
એઈમ્સના કેમ્પસ અને જે મહિલા તબીબએ આક્ષેપ કર્યેા છે તે વિભાગ અને ત્યાં કામ કરતા કર્મચારી સહિતનાને પૂછતાં જાણવા મળ્યું હતું કે, મેડમ નો સ્વભાવ અને વર્તન ખુબ એટીટુડ સાથેની ગેરશિસ્ત જેવું હોય છે, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જતા હોઈ છે. વધુમાં મહિલા પ્રધ્યાપકએ રાયપુર પહેલા પટના એઇમ્સમાં પણ ફરજ બજાવી છે. કમિટી જર પડશે તો ત્યાં તેમની કામગીરી અને વર્તન બાબતેના અહેવાલ મગાવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech