પ્રભાસપાટણ, સુત્રાપાડા પંથકમાં જુગારના ચાર દરોડામાં ૧૬ શખસ અર્ધા લાખના મુદ્દામાલ સાથે પકડાયા

  • August 29, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુત્રાપાડા તથા પ્રભાસ પાટણ પોલીસે જુગાર અંગે ચાર જુદા-જુદા સ્થળોએ દરોડા પાડી ૧૬ જુગારીઓને રોકડા રૂા.૪૪,૫૮૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ પ્રભાસ પાટણના પો.કો. કરણસિંહ ચૌહાણ સહીતના સ્ટાફે તાલુકાના ઉમરાળા ગામે જાહેરમાં જુગાર રમતા (૧) સોહીલ યુસુફભાઇ જોબના ઉ.વ.૨૭ (૨) સરફરાજ સીદીભાઇ સુમરા ઉ.વ.૩૨ (૩) શકીલ મહંમદભાઇ પટણી ઉ.વ.૩૫ (૪) હેમંત ઉર્ફે સોનુ અશોકભાઇ બજાજ ઉ.વ.૨૪ ને રોકડા રૂા.૧૦,૩૦૦ ની સાથે ઝડપી લીધેલ છે.


પ્રભાસ પાટણમાં પીપીળીની કાદી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા (૧) ઇકબાલ મુસાભાઇ ઝુણે ઉ.વ.૩૫ (૨) જીતેન્દ્ર રાયસીભાઇ વાસણ ઉ.વ.૨૮ (૩) કપીલ રાયસીભાઇ વાયલુ ઉ.વ.૨૦ ને પો.કો. પીયુષભાઇ બારડ સહીતના સ્ટાફે રોકડા રૂા.૧૧,૨૦૦ ની સાથે ઝડપી લીધેલ છે.આ ઉપરાંત સુત્રાપાડાના હે.કો. સંજયભાઇ પરમાર સહીતના સ્ટાફે બંદર વિસ્તારમાં આવેલ મંદિરની પાછળ દરીયા કીનારે જાહેરમાં જુગાર રમતા (૧) અજય પુંજાભાઇ સોલંકી (૨) ભીમા નાથાભાઇ કામળીયા (૩) મુકેશ મોહનભાઇ કોટીયા (૪) વિગ્નેશ શશીકાંતભાઇ સોલંકી ને રોકડા રૂા.૧૦,૩૦૦ ની સાથે ઝડપી લીધેલ છે તેમજ કંડલા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા (૧) નરસીંગ ઓઘડભાઇ વાજા (૨) અખીલ રમેશભાઇ પરમાર (૩) નારણ નગાભાઇ વાજા (૪) રાજવીર બાબુભાઇ સોલંકી (૫) રવિ કરશનભાઇ મેર ને રોકડા રૂા.૧૨,૭૮૦ ની સાથે ઝડપી લીધેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application