પોરબંદરમાં ચેક પરત ફરવાના પાંચ કેસમાં ટ્રાન્સપોર્ટરને એક એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
હાલના કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજસ્થાનના પ્રસાદ મુકામે આરોપી શંભુ ભાવનાથજી ગુર્જર કે જે શ્રીદર્શન ટ્રાન્સપોર્ટના પ્રોવાઇડર છે અને તેને રોડ ક્ધસ્ટ્રકશનનો કોન્ટ્રાક્ટ મળેલ હોય તેમાં મશીનરીઓની જરત ઉભી થતા તેઓ પોરબંદર મુકામે રહેતા અરજન ગીગા ખીસ્તરીયા કે જેઓ ચિરાગ અર્થ મુવર્સના મેનેજીંગ પાર્ટનર હોય તેને આરોપી પોરબંદર મુકામે મળેલ અને આરોપીએ મશીનરીની જરત હોતા ફરીયાદી પાસેથી મશીનરીઓ ભાડે લીધેલ હતી.
ત્યારબાદ આરોપીએ ફરીયાદીને ભાડાની ચુકવવાની થતી રકમ ા. ૩૧,૦૦,૦૦૦ અંકે એકત્રીસ લાખ ચુકવવાના થતા હોય તે રકમ ફરીયાદીને ચુકવવા માટે આરોપી શંભુ ભાવનાથજી ગુર્જરે તેમની બેંકના કુલ પાંચ ચેક આપેલા. જે ફરીયાદીએ પોતાની બેંકમાં વસુલાત માટે બેંકમાં જમા કરાવતા ઉપરોકત ચેકો આરોપીના ખાતામાં પૂરતુ ભંડોળ ન હોવાના શેરા સાથે ચેક પરત ફરેલા.
ત્યારબાદ ફરીયાદીએ ચેક પરત ફર્યા અંગેની તેમના વકીલ મારફતે આરોપીને ચેક મુજબની રકમ ચુકવવા અંગેની જાણ કરેલ તેમ છતા આરોપીએ રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી શંભુ ભાવનાથજી ગુર્જર સામે પોરબંદરની કોર્ટમાં કુલ પાંચ ચેકોની ફરીયાદીએ પાંચ ફરીયાદ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ મુજબના કેશો દાખલ કરેલ. જે કેસો કોર્ટમાં આરોપી સામે ચાલી જતા જ્યુડી. મેજી. આર.એમ. ભાટીયાએ તમામ દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓ ધ્યાને લઇ તમામ પાંચ કેસોમાં એક-એક વર્ષની સજા તેમજ ચેકની રકમ ચુકવવા આરોપી સામે હુકમ કરેલ છે.
ઉપરોકત તમામ કેસમાં આરોપી તરફે પોરબંદરના વકીલ જોખીયા એડવોકેટ તરફથી સરફારઝ ડી.જોખીયા, સલીમભાઇ જોખીયા, આઇ.યુ. જોખીયા તથા આર.જે.ગોહેલ, હુશેન એ. શેખ વકીલ તરીકે રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech