ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, જાપાન અને સિંગાપોરમાં ટાઈ
છ દેશો હવે સંયુક્ત રીતે ૨૦૨૪ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ટોચ પર છે, જે તેમના નાગરિકોને વિઝા-ફ્રી ટ્રાવેલ કરવાનું ઍક્સેસ આપે કરે છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા અનુસાર, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, જાપાન અને સિંગાપોર હવે વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવે છે, જે મુજબ આ દેશના નાગરીકોને વિશ્વભરના ૨૨૭ માંથી ૧૯૪ સ્થળોની મુસાફરી કરવા માટે વિઝાની જરૂર પડશે નહી.
હેનલી એન્ડ પાર્ટનર્સના ચેરમેન અને પાસપોર્ટ ઈન્ડેક્સ કોન્સેપ્ટના પ્રણેતા ડો. ક્રિશ્ચિયન એચ. કેલીને વધતી જતી ગ્લોબલ મોબીલીટીના ગેપ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, "મુસાફરો દ્વારા મુલાકાત લીધેલ વિઝા-ફ્રી સ્થળોની સરેરાશ સંખ્યા ૨૦૦૬ માં ૫૮ થી વધીને ૨૦૨૪ માં ૧૧૧ થઈ ગઈ છે. જો કે, ટોચના દેશોના નાગરિકો પાસે તળિયે રહેલા અફઘાનિસ્તાન કરતાં ૧૬૬ વધુ વિઝા-ફ્રી ડેસ્ટીનેશન છે, કેમ કે, અફઘાન નાગરિકો પાસે માત્ર ૨૮ વિઝા ફ્રી ડેસ્ટીનેશન છે."
દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ અને સ્વીડન આ મામલે બીજા સ્થાને છે, તેના નાગરીકો ૧૯૩ ડેસ્ટીનેશન પર વિઝા ફ્રી પ્રવેશ કરી શકે છે. ત્રીજા સ્થાને, ચાર યુરોપિયન કન્ટ્રી ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સ છે, જેને ૧૯૨ ડેસ્ટીનેશનના વિઝા ફ્રી ઍક્સેસ છે. ટોચના ૧૦ મુખ્યત્વે યુરોપીયન દેશ, જેમાં યુકે બે ક્રમાંક ઉપર ચઢીને ચોથા સ્થાને છે, જે ૧૯૧ સ્થળોની વિઝા-મુક્ત ઍક્સેસ ઓફર કરે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ ૧૮૯ વિઝા-ફરી સ્થળો સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે.
ભારત ૨૦૨૩ના વર્તમાન રેન્કિંગમાં ૮૩ માંથી ૮૦મા સ્થાને એટલે કે ત્રણ સ્થાન ઉપર પહોંચી ગયું છે, હવે ભારતીયોને ૬૨ સ્થળોના વિઝા-ફ્રી ઍક્સેસ ઉપલબ્ધ છે. ગયા વર્ષે શ્રીલંકા, થાઈલેન્ડ અને કેન્યા જેવા દેશોએ ભારતને તેમની વિઝા-ફ્રી યાદીમાં ઉમેર્યું હતું. અફઘાનિસ્તાન, સીરિયા અને ઇરાકના નાગરિકોને અનુક્રમે માત્ર ૨૮, ૨૯ અને ૩૧ દેશોમાં નાગરિકોને વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech