ઉપલેટા પંથકમાં ૪થી ૬ ઈંચ વરસાદ: ખેતરોમાં પાણી ભરાયા

  • September 28, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટા પંથકમાં છેલ્લા બે દિવસ થયા મેઘરાજા ઇનીંગ રમતા ૨૪ કલાકમાં ૪થી ૬ ઈંચ જેવો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં. જયારે શહેરમાં ચાર ઈંચ જેવો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારો પાણી...પાણી...થઇ ગયા હતાં.
ઉપલેટા પંથકમાં ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ મુકામ કરતા ભારે ગરમી વચ્ચે ઠંડક પ્રસરાવી દીધી હતી. ગઇકાલે સવારથી જ કાળા વાદળો વળતા ગરમીના બફારા જોવા મળ્યા હતાં.
બપોર બાદ ધીમીધારે થયેલા વરસાદ પહેલી બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસી જતાં નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતાં. સાંજ સુધીમાં વધુ એક ઈંચ વરસાદ પડતા કુલ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
 જયારે ગ્રામ્ય વિસ્તાર ભાયાવદર, નાગવદર, મેરવદર, તણસવા, જાળીયા સહિત મોટાભાગના ગામોમાં ૪થી ૬ ઈંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં. વરસાદને કારણે આગોતરી વાવેલ મગફળી તેમજ તુવેરના પાકને વ્યાપક નુકસાન થવાનો ભય ખેડૂતોમાં જોવા મળી રહ્યો હતો. સામાન્ય પવન સાથે વરસાદ વરસતા કોઇ જાનહાનીના બનાવ બનવા પામ્યો નહોતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application