ઉનામાં રિક્ષામાં સ્પીકરમાં સંતાડેલો ૧૦૧ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

  • February 19, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના પોલીસે દેલવાડા રોડ ઉપર ગોઠવેલી વોચમાં રિક્ષાના સ્પીકરમાં સંતાડેલો ૧૦૧ બોટલ (નાની) વિદેશી દારૂ  ઝડપીને કુલ ૮૧,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઊનાના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર વી. એન. રબારી અને પી.એસ. આઇ.સી.બી. જાડેજા અને સરવેલન્સ સ્ટાફે ઊના દેલવાડા રોડ ઉપર નાગના મંદિર આગળ વોચ ગોઠવી દેલવાડા તરફથી  આવતી ઓટો રિક્ષા નબર  ૦૯ ૨૭૧૯ને રોકવી રિક્ષા ચાલક કામરૂ ઉર્ફે રિયાઝ કાસમ મકવા રે. દીવ કોળીવાડા એ રિક્ષામાં પાછલી સીટ પાછળ મોટા સ્પીકર ના ખાના માં છુપાવી લઈ જતો પર પ્રાંતની બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો નગ ૧૦૧રૂપિયા ૨૬૨૫૦/અને રીક્ષાની કિંમત રૂપિયા ૫૫૦૦૦/મળી કુલ રૂપિયા ૮૧૨૫૦ના મુદ્દા માલ સો પકડી ઊના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application