થોરાળામાં રેઢી કારમાંથી દારૂ–બિયરનો જથ્થો મળી આવ્યો

  • June 17, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં સર્વેાદય સોસાયટીમાં રેઢી પડેલી કારમાંથી પોલીસને દા–બિયરનો જથ્થો મળી આવતા કાર સહીત .૧,૬૮,૪૦૦નો મુદામાલ કબ્જે કરી અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ થોરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રીના પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સર્વેાદય સોસાયટી શેરી નં–૨૯ના ખૂણે એક સફેદ કલરની હોન્ડા સીટી કાર પડી છે જેમાં દાની હેરફેર કરવામાં આવી રહી છે, હકીકતના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ખુલી કારની તલાસી લેતા કારની સીટ અને ડીક્કીમાંથી જજુદી જુદી ઈંગ્લીસ દાની બોટલ નગં ૧૩૨ અને બીયરના ટીનનગં ૨૪ મળી આવતા દા અને કાર કબ્જે કરી અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે


પાટીદાર ચોક પાસે દારૂની બોટલ સાથે શખસ ઝબ્બે
શહેરના ૧૫૦ ફટ રિંગ રોડ પર પાટીદાર ચોક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલા શખ્સને તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે રોકી પૂછપરછ કરતા પોતાનું નામ વિપુલ કાંતિલાલ રાઠોડ (રહે–ગ્લેર હાઉસ હોલ્ડ કંપનીના મમાં શાપર) નો જણાવતા તેની પાસે રહેલી બેગની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીસ દાની બોટલ મળી આવતા પોલીસે કબ્જે લઇ શખ્સની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application