સોઢાણા ગામે વિકટ પરિસ્થિતિમાં સર્પદંશથી ગ્રસ્ત યુવાનનું રેસ્ક્યુ કરાયું હતુ.અને ક્રિટિકલ કેર યુનિટ ખાતે સારવાર અપાઇ હતી.
તા. ર૯-૦૮-૨૦૨૪ના રોજ રાત્રીના બે કલાકે પોરબંદર જિલ્લા, તાલુકાના સોઢાણા ગામે સર્પદંશનો બનાવ બન્યો હતો. સોઢાણા ગામે વર્તુ નદીના કાંઠે વાડી વિસ્તારમાં રહેતા કેશુભાઈ સુકાભાઈ કારાવદરા (ઉ. વર્ષ ૩૨) ને રાત્રીના સમયે સર્પદંશ થયો, તે વખતે ભારે વરસાદના કારણે વાડી વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી અવર-જવર પણ શક્ય ન હતી. આથી ત્યારે વાડી વિસ્તારમાં વરસાદી પાણીમાં ફસાયેલા કેશુભાઈ તથા અન્ય એક વ્યક્તિને બગવદર પોલીસ સ્ટાફ તથા ગોસાબારાની તરવૈયા ટીમની મદદથી રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા અને કેશુભાઈને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ક્રિટિકલ કેર યુનિટ ખાતે ખસેડી સારવાર અપાવવામાં આવી હતી. ડો. કમલ મહેતા દ્વારા આ દર્દીને પોરબંદર લવાતો હતો ત્યારે ટેલિફોનિક માર્ગદર્શન અને ત્યારબાદ તેમના ક્રિટિકલ કેર યુનિટ આતે સારવાર અપાતા નવુ જીવન મળ્યુ હતુ અને તબીબનો પણ તેના પરિવારજનોએ આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની નંબર 1 ફિલ્મ બની અલ્લુ અર્જુનની ફિલ્મ
December 23, 2024 12:08 PMદ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી બિનવારસુ હાલતમાં મળી બાળકી
December 23, 2024 12:07 PMઘરનું નામ રામાયણ અને લક્ષ્મી કોઈ બીજા છીનવી લે...
December 23, 2024 12:06 PMસોનાક્ષીના લગ્નથી મારા પુત્રોને કલ્ચરલ શૉક લાગ્યો
December 23, 2024 12:04 PMતૃપ્તિ ડિમરી રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ
December 23, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech