સિકકામાં બાળા સાથે અડપલા કરી પછાડી દઇ હત્યા નિપજાવી

  • January 15, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૌટુંબીક મામાની અટક: પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર: નરાધમ સામે ચોતરફથી ફીટકારની લાગણી


જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કયર્િ પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે અને મામા સામે  ફિટકારની લાગણી વરસી રહી છે.


આ બનાવની વિગત એવી છે કે મૂળ મીઠાપુરની વતની હિંદુ વાઘેર યુવતી કે જેના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં તેણી મીઠાપુર છોડીને છેલ્લા 2 માસથી પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કુટુંબી મોટાબાપુના દીકરા નીતિન માણેકને ઘેર રહેવા માટે આવી ગઈ હતી. અને ત્યાં ત્રણેય બાળકીઓ સાથે રહેતી હતી.


દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટંબી મામો હેરાન પરેશાન કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ પેશાબ કરી લેતી હોવાથી તેને અવારનવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરીક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં બાળકીની માતાએ કુટુંબીક મામાને ઠપકો આપ્યો હતો, અને તેણે ઉશ્કેરાઈ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી.


દરમિયાન ત્રણ દિવસ પહેલા સિક્કામાં ભરાતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતી, પાછળથી તેની આઠ વર્ષની પુત્રીને નરાધમે શારીરિક અડપલા કયર્િ બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડીને ઘાયલ કરી હતી. જેથી બાળકી બેશુદ્ધ બની ગઈ હતી. માતાએ ઘરે આવ્યા બાદ માસુમ બાળકીને લઈને સિક્કા હોસ્પિટલે લઈ જતાં તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. જેથી માતા  તેની અન્ય બે પુત્રીઓ ત્રણેયએ હૈયાફાટ રૂદન કર્યું હતું, અને સમગ્ર સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરીક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી લીધી છે. આ બનાવે સિક્કામાં ભારે ચકચાર જગાવી હતી. આરોપી સામે ચોતરફથી ફીટકારની લાગણી વરશી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application