જસદણ તાલુકાના શિવરાજપુરમાં લોકડાઉન સમયે પડતર હાલતમાં પડેલી જમીન પર ત્રણ શખસોએ કબજો જમાવી લીધો હતો.જે વાતની જાણ મૂળ માલિકને તા તેઓ અહીં જતા ગાળો આપી અહીં પ્રવેશવા દેતા ન હતા. જેી આ અંગે તેમણે ફરિયાદ કરતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લેન્ડગ્રેબીંગ આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં વાજસુરપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ લખમણભાઇ સોલંકી (સાંખડ)(ઉ.વ ૬૦) નામના વૃદ્ધ દ્વારા જસદણ પોલીસ મકમાં નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે શિવરાજપુરમાં રહેતા વીરજી રવજીભાઈ મકવાણા, ગોવિંદ જગાભાઈ મકવાણા અને ચેતન ઉર્ફે દુદા પુંજાભાઈ મકવાણાના નામ આપ્યા છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં જસદણના વાજસુરરામાં રહે છે અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેઓને શિવરાજપુરની સીમમાં સર્વે નંબર ૩૧૦ પૈકી ૨ માં ખેતીની જમીન આવેલી છે જે જમીન તેમના માતા શકુબેન દેવજીભાઈના નામે છે આ જમીન તેમના માતાએ વર્ષ ૨૦૦૧ માં કેશુભાઈ હરજીભાઈ પાસેી વેચાણ દસ્તાવેજી ખરીદ કરી હતી ત્યારી આ જમીનનો કબજો તેમના માતા પાસે જ હતો અને તેઓ ખેતી કામ કરતા હતા. વર્ષ ૨૦૧૦માં ફરિયાદીને તેમના માતાએ કુલમુખત્યાર તરીકે નીમી આ જમીનનો વહીવટ સોપ્યો હતો. ત્યારબાદ તેઓ અહીં ખેતી કામ કરતા હતા.
દરમિયાન વર્ષ ૨૦૨૦ માં લોકડાઉન સમયે મજૂરો ન મળતા હોવાી જમીન પડતર હોય તેઓએ અહીં શિવરાજપુરમાં આવેલી પોતાની જમીને જવાનું છોડી દીધું હતું.આ દરમિયાન તકનો લાભ લઇ આરોપી વીરજી મકવાણા, ગોવિંદ મકવાણા અને ચેતન ઉર્ફે દુદા સહિતનાઓએ આ જમીન પર કબજો જમાવી લીધો હતો અને તેઓ અહીં વાવેતર કરી ઉપજ લેવા માંડ્યા હતા તેમજ અહીં કાચું મકાન તેમજ ઢોરને બાંધવાનો અવેડો પણ બનાવી નાખ્યો હતો. જે બાબતની જાણ તા ફરિયાદી અહીં પોતાની જમીને જતા આ શખસો તેઓને જમીનમાં પ્રવેશવા દેતા ન હતા અને ગાળો આપી ધમકાવતા હતા. જેી ફરિયાદી દ્વારા આ બાબતે કલેકટરના વડપણ હેઠળની કમિટીમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે તપાસ યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધવાનો હુકમ કરતા ફરિયાદીની ફરિયાદ પરી જસદણ પોલીસે ત્રણેય આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ ગુનો નોંધાયા બાદ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના હેઠળ ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ મકના પીઆઇ ટી.બી.જાનીની રાહબારીમાં પીએસઆઇ એમ.ડી. વાઘેલા તા ટીમે તપાસ હા ધરી ત્રણેય આરોપીઓ વીરજી મકવાણા, ગોવિંદ મકવાણા અને ચેતન ઉર્ફે દુદા મકવાણાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMચૂંટણી પહેલા કેજરીવાલનો નવો અવતાર, કપાળ પર તિલક ,સફેદ લુંગી અને ગમચા સાથે જોવા મળ્યા
November 14, 2024 05:30 PMશ્રીનગરની મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ભીષણ આગ
November 14, 2024 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech