મહાશિવરાત્રી પર્વે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના શિવાલયોમાં હર..હર..મહાદેવના નાદ ગુંજયા હતાં. ગામે ગામ ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી. શિવ મંદિરોમાં સવારથી જ ભાવિક ભકતોનો પ્રવાહ ઉમટયો હતો અને ગર્ભગૃહોમાં મંત્રોચ્ચારથી શિવ સાંનિધ્યોમાં ભકિતમય વાતાવરણ જોવા મળ્યું હતું. શિવલીંગ પર જલ, દુધ અને પંચદ્રવ્યોનો અવિરત અભિષેક વહ્યો હતો. પૂજન અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું. સૌરાષ્ટ્ર્ર જાણે શિવના શરણમાં રસતરબોળ થયું હોય તેમ મહાશિવરાત્રીના પાવન અવસરે જોવા મળ્યું હતું
સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભકિત સમુદ્ર
દ્રાદશ યોતિલિગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર મહાદેવની અનુકંપા પ્રા કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે સવારે ૪–૦૦ વાગ્યાથી સાંજે ૬–૦૦ વાગ્યા સુધીમાં ૬૦ હજારથી વધુ ભકતોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રા કરી હતી.
મંદિરને વિશિષ્ટ્ર ફલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભકિતભાવથી પ્રફુલ્લિ ત બન્યું. ૐ નમ: શિવાય અને જય સોમનાથના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠુ,ં અને ભકતોએ મહાદેવના દર્શનનો અનોખો આનદં અનુભવ્યો.
સોમનાથ મહાદેવને પ્રાત: મહાપૂજનમાં વિશ્વશાંતી અને વિશ્વ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવેલી હતી. સોમનાથ મહાદેવને વિશેષ પ્રાત: શૃંગાર કરવામાં આવેલો હતો. જેમાં સુંદર પીતાંબરો તેમજ વિશેષ ફુલના હારોનો ઉપયોગ કરવામાં આવેલો હતો. પારંપરિક સોમનાથ ટ્રસ્ટ તરફથી ધ્વજા પૂજા અને ત્યારબાદ ધ્વજારોહણ ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરી દ્રારા કરવામાં આવેલ હતું.
સવારે નવ કલાકે મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા નિકળેલ. જેમા હજારોની સંખ્યામાં ભકતો જોડાયા હતા અને જય સોમનાથના નાદથી મંદિર ગુંજી ઉઠું હતું અને આ પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફરેલ હતી.
– સંધ્યા આરતી સુધીમાં ૬૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
– રેકોર્ડ બ્રેક ૧૦૪ સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી
– સોમનાથ મંદિર પર ૬૯ ધ્વજારોહણ કરવામાં આવ્યું
– ૧૯૭૩ દ્રાભિષેક પઠન કરવામાં આવ્યું, સાથે ૬૭ પાઠાત્મક લઘુદ્ર, ૯ પાઠાત્મક મહાદ્ર સંપન્ન થયા
– ૭૭ મહાપૂજા સંકલ્પ, ૬૭ મહાદૂધ અભિષેક કરી ભાવિકોએ સોમનાથ મહાદેવની પૂજા કર
સમુદ્ર તટે ૩,૫૦૦થી વધુ ભકતોએ પાર્થેશ્ર્વર શિવલિંગનું કર્યુ પૂજન
મહાશિવરાત્રી પર્વે પ્રથમ યોતિલિગ એવા સોમનાથ દાદાના દર્શનાર્થે લાખો ભાવિક ભકતો પધારે છે, ત્યારે આ ભાવિક ભકતોને ભગવાનની પૂજા કરવાનો અવસર મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા પ્રતિવર્ષ નજીવી કિંમતે પાર્થિવેશ્વર પૂજા કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે.
આ વર્ષે સોમનાથ મંદિરના આંગણે સોમનાથ મહોત્સવ પણ ચાલી રહ્યો છે, ત્યારે તેની સમાંતરે અરબી સમુદ્રની લહેરો વચ્ચે ભગવાનની ભકિતમાં લીન મની માતિ બીચ ખાતે ૩,૫૦૦થી વધુ ભકતોએ રમણીય રત્નાકર કિનારે ભાવસાગર તરવાની ભકિત શાક્રોકત વિધિવિધાન સાથે કરી હતી.
સોમનાથ ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અને ઝીરો વેસ્ટનો અભિગમ અપનાવી પર્યાવરણ રક્ષા પણ થાય તે સાથે સ્થળની પવિત્રતા પણ જળવાય તે માટે ભગવાન શિવની પૂજા માટે સંપૂર્ણપણે પ્રાકૃતિક અને બાયો–ડિગ્રીડેબલ હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરીને પાર્થેશ્વર પૂજા કરાવવામાં આવી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના પૂજન–અર્ચન કર્યા
ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ગુજરાતના નાગરિકોની શાંતિ, સલામતી અને રાયની ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામના કરી હતી. ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરમાં ભકિતભાવપૂર્વક સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
આ અવસરે મંત્રીએ શિવરાત્રીની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ ખાતે આવવા માટે દેશ દેશાવરમાંથી અનેક લોકો આવી રહ્યાં છે, ત્યારે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્રારા રાયના વિવિધ સ્થળો ખાતેથી સોમનાથ આવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમનાથ દાદાની અસીમ કૃપા ગુજરાત પર જળવાઈ રહે તે માટે તેમણે મંગલ પ્રાર્થના કરી છે તેમ જણાવ્યું હતું.
મંત્રીએ સંસ્કૃત પાઠશાળાના વિધાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને બોર્ડની પરીક્ષા માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી, રીલાયન્સ ગ્રુપના ધનરાજ નથવાણી, જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લ ા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, પી.કે. લહેરી સહિત ટ્રસ્ટના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
વિસાવદર ખાતે ડીજેના તાલે શિવજીની શોભાયાત્રા નીકળી
વિસાવદર ખાતે શહેરની મધ્યમાં પોપટડી નદીને કાંઠે આવેલા અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી અંતર્ગત જગ્યાના મહતં હિરાપુરીબાપુની રાહબરી હેઠળ ભોળાનાથની નગરયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ શહેરના વિવિધ રસ્તાઓ પર બમ..બમ..ભોલે, હર હર મહાદેવના નાદ સાથે ડી.જે.ના તાલે ફરી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભકતજનો જોડાયા હતાં. શોભાયાત્રામાં શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્રારા ભકતજનો માટે જુદી જુદી જગ્યાએ ઠંડા પીણાં તેમજ શરબત જેવી વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવેલ. આમ દબદબાભર્યા ધાર્મિક માહોલમાં શોભાયાત્રા સંપન્ન થયેલ શોભાયાત્રા દરમિયાન વિસાવદર શહેરની ધર્મપ્રેમી જનતા, રાજકીય અગ્રણીઓ, શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ભકતજનો, સેવકગણ ભાઈઓ–બહેનો, માતાઓ તેમજ બાળકો સહિતના ખાસ ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત શોભાયાત્રાને સફળ બનાવવા જગ્યાનાં તમામ સેવકગણે જહેમત ઉઠાવેલ
ઉપલેટાના શિવાલયોમાં ભાવિક ભકતોનું ઘોડાપૂર
શહેરમાં ગઇકાલે મહા શિવરાત્રીના પાવન પર્વ પર શહેરના વિવિધ શિવાલયો વહેલી સવારથી જ હર..હર..મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતાં. તમામા શિવાલયોમાં બપોરે અને રાત્રે મહાઆરતી યોજાતા ભકતોના ઘોડાપૂર ઉમટી પડયા હતાં.
શિવરાત્રી જેવો પાવન પર્વ હોય તેમાં શિવભકતો શહેરનું સેવાભાવી વ્યાસ દંપતીના શણગાર વગર બડા બજરગં મંદિર અધુરુ લાગે તેવું ભકતોમાંથી જોવા મળ્યું હતું. શહેરના બડા બજરગં મંદિરમાં બિરાજતા બિલેશ્ર્વર મહાદેવના મંદિરને પ્રખર શિવભકત અને સેવાભાવી દંપતી જીજ્ઞાબેન અને જીજ્ઞેશભાઇ વ્યાસ દ્રારા વિવિધ ફત્પલોનો શણગાર કરી સુશોભિત કરવામાં આવ્યું હતું. તેમજ સાંજના સમયે ૧૫ જેટલી વિવિધ વાનગીનો મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. જેમાં બે હજાર કરતા વધુ ભકતોએ પ્રસાદ લઇ સાથે સાથે બપોરે ભાંગનો પ્રસાદ પણ મંદિર દ્રારા ભકતોને પિરસવામાં આવતા ભકતોના ઘોડાપુર ઉમટી પડયા હતાં. જયારે શહેરમાં જીરાયા પ્લોટમાં આવેલ વિશ્ર્વનાથ મહાદેવ મંદિર, મોજ નદીના સાંનિધ્યમાં બિરાજતા સોમનાથ મહાદેવ અને બસ સ્ટેન્ડ પાછળ આવેલ ત્રિલોકનાથ મહાદેવ સહિત શહેરના વિવિધ શિવાલયોમાં બપોર બાર વાગ્યે અને રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાતા હર..હર..મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતાં. ભકતો પણ બહોળી સંખ્યામાં ભોળાનાથનું પૂજન કરવા ઉમટી પડયા હતાં. વિવિધ શિવાલયોમાં ભાંગ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech