સૌરાષ્ટ્ર્ર સહિત રાજયભરમાં બાળ આરોગ્યના મામલે ચિંતાજનક સ્થિતિ હોવાની માહિતી તાજેતરમાં સરકાર દ્રારા યોજવામાં આવેલા બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન ખુલવા પામી છે. મળતી માહિતી મુજબ રાજયમાં ૧૦૧૫ બાળકોને હૃદય રોગની બીમારી છે. ૨૭૨ બાળકોને કિડનીની અને ૨૬૨ બાળકોને કેન્સરની બીમારી હોવાનું ખુલવા પામ્યું છે.
સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો ૨૨૧ બાળકોને હૃદય રોગની તકલીફ છે. ૯૦ બાળકોને કેન્સરની અને ૯૦ બાળકોને કિડનીના રોગ હોવાનું ખુલવા પામ્યું છે.
સૌરાષ્ટ્ર્રની જિલ્લા વાઈઝ પરિસ્થિતિની ચર્ચા કરીએ તો રાજકોટ જિલ્લામાં હૃદય રોગના ૩૨,કેન્સરના દસ અને કિડની ના છ બાળ દર્દીઓ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૮ બાળકોને હૃદય રોગ, સાતને કિડની અને સાતને કેન્સર હોવાનું ખુલવા પામ્યું છે ભાવનગર જિલ્લામાં ૧૫ બાળકોને હૃદય રોગની બીમારી છે. ૧૬ બાળકોને કિડનીની તકલીફ છે અને ૧૩ બાળકોને કેન્સર છે.
હૃદય રોગ, કિડની અને કેન્સરની બીમારી દરેક જિલ્લાના ક્રમાનુસાર જોઈએ તો બોટાદમાં ૧૩,૫ અને ૯ જૂનાગઢ જિલ્લામાં ૨૪,૭ અને ૮ અમરેલી જિલ્લામાં ૨૯,૫ અને ૧૨ ગીર સોમનાથ જિલ્લામાં ૩૩,૩ અને ૧૧ રાજકોટ જિલ્લામાં ૩૨,૬ અને ૧૦ જામનગર જિલ્લામાં ૨૩,૫ અને ૮ પોરબંદર જિલ્લામાં ૧૫,ચાર અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.
દેવભૂમિ દ્રારકા અને મોરબી જિલ્લામાં હૃદય રોગના કેટલા બાળ દર્દીઓ છે તેની વિગતો બહાર આવી નથી પરંતુ આ બંને જિલ્લામાં કીડનીના ૩૨ અને કેન્સરના આઠ બાળ દર્દીઓ છે. સમગ્ર રાયમાં શાળામાં અભ્યાસ કરતા એક કરોડ ૯૯ લાખ ૫૫,૩૬૫ બાળકોના આરોગ્યની તપાસણી કરવાની થાય છે. તે પૈકી એક કરોડ ૯૧ લાખ ૩૮ હજાર ૩૬૫ બાળકોની આરોગ્ય લગતી તપાસણી પૂરી થઈ ગઈ છે. સરકાર હવે આ તમામ બાળકોને આગળની સારવાર પૂરી પાડશે અને તેમનો ડિજિટલ રેકોર્ડ પણ બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application9 વર્ષથી હાથ ઉપર,નથી કાપ્યા નખ… મહાકુંભમાં મહાકાલ ગિરી બાબા બન્યા આકર્ષણનું કેન્દ્ર
January 05, 2025 08:44 PMશાળામાં મોબાઈલ બૅન અંગે મહત્વનો નિર્ણય લેવાની તૈયારી, રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતિત
January 05, 2025 07:31 PMનવસારીઃ રાજ્યમાં વધુ એક નકલી અધિકારી, CMO કાર્યાલયનો નકલી કર્મચારી ઝડપ્યો
January 05, 2025 07:30 PMરાજ્યભરના ટ્યુશન ક્લાસ પર GST વિભાગનો દરોડો, કરોડોની કરચોરીની આશંકા
January 05, 2025 07:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech