નચિકેતા સ્કૂલિંગ સીસ્ટમ દ્રારા વિધાર્થીઓને ભણતર સાથે ગણતર પણ આપવાના પ્રયાસતો અલગ અલગ થીમ સાથે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે ઝવેરચદં મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્ર્રની રસધાર પર આધારિત બાળ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર્રના શૌર્યને પ્રેક્ષકો અને બાળકોએ આ બાળ નાટક નિહાળ્યા બાદ વધાવી લીધું હતું.
તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમના ધોરણ ૪ થી ૯ના ૪૭૦ બાળકોએ રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચદં મેઘાણીની ચુનંદા લોકવાર્તાઓનું સંકલન કરી સંગીત નૃત્ય અને નાટનો 'રસધાર કોલિંગ' નામે મલ્ટીમીડીયા–શો રજૂ કર્યેા. સૌરાષ્ટ્ર્રની રસધાર પર આ ગુજરાતનું પ્રથમ બાળ નાટક હતું જેમાં રસધાર સ્વયં વિદેશમાં વસવા તલપાપડ યુવાનને સૌરાષ્ટ્ર્રના ખમીરનો પરિચય કરાવે છે. નચિકેતાના વિધાર્થીઓએ 'અણનમ માથા' વાર્તામાં તલવારબાજી રજૂ કરી સૌને દગં રાખી દીધા તેમજ 'રાનવઘણની' રજૂઆતમાં શ્રોતાઓની આંખો ભીંજવી હતી. સૌરાષ્ટ્ર્રની રસધાર જ્ઞાતિ પ્રધાન નહીં ગુણપ્રધાન છે તેમજ જીવન મૂલ્યોનું ઉત્તમ શિક્ષણ સાંપ્રત પેઢીને કઈ રીતે કામ લાગે એવા સંદેશાઓ સાથે આ કાર્યક્રમની સ્ક્રિપ્ટ આલેખન સાંઈરામ દવે એ કરેલ હતું. નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ વિષય આધારિત એન્યુઅલ ફંકશન કરવા માટે ટ્રેંડ સેટર છે. અત્રે નોંધનીય છે કે, વીરાંજલિ કાર્યક્રમનો જન્મ પણ નચિકેતાના 'કોર્ટ ઓફ માર્ટીયર' ફંકશનમાંથી થયો હતો.
આ એન્યુઅલ ફંકશનમાં નારીશકિત વટ, વચન અને વ્યવહારની અનેક વાર્તાઓનું મંચન કરવામાં આવ્યું. વિધાર્થીઓ પાઠપુસ્તક ઉપરાંત જીવનશિક્ષણ શીખે તે માટે નચિકેતા હંમેશાથી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરતુ આવ્યું છે. હેમુગઢવી હોલની સંખ્યા મર્યાદાને ધ્યાનમાં રાખીને માત્ર ૧૧૦૦ વાલીઓ જ આ કાર્યક્રમમાં હાજર રહી શકયા હતા પરંતુ કાર્યક્રમ બાદ વાલીઓની વિનંતીને ધ્યાને રાખીને આગામી સમયમાં આજ કાર્યક્રમને સમગ્ર રાજકોટ માટે વિનામૂલ્યે કરવામાં આવશે જેથી નવી પેઢી સૌરાષ્ટ્ર્રની ધરોહર સમાન આવી ગુઢ વાર્તાઓ માંથી જીવનમુલ્યનું શિક્ષણ મેળવી શકે. આ પ્રસંગે નૈરોબીથી નીતિન માલદે, રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચદં મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, જીતુભાઈ વાઘાણી, લોકસાહિત્યકાર રાજભા ગઢવી તેમજ મનીષભાઈ મહેતા તથા જિલ્લ ા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech