રાણાવાવની આઇ.ટી.આઇ.માં યુવાપેઢીને વ્યસનમુકત બનવા થયુ આહવાન

  • November 29, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાણાવાવની આઇ.ટી.આઇ.માં યુવાપેઢીને વ્યસનમુકત બનવા આહવાન થયુ હતુ અને તે અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
નશાબંધીના ઘનિષ્ઠ પ્રસાર-પ્રચાર અંતર્ગત નહે‚ યુવા કેન્દ્ર પોરબંદર તેમજ આઇ.ટી.આઇ. તાલીમ કેન્દ્રના સંયુકત ઉપક્મે નશામુકત  ભારત અભિયાન અંતર્ગત આઇ.ટી.આઇ. તાલીમ સંસ્થા રાણાવાવ ખાતે  નશાબંધી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શ‚આત ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય પ્રતીક્ષાબેન ડાકીના માર્ગદર્શન અન્વયે તાલીમ સંસ્થાના એસ.આઇ. સંગીતાબેન ઓડેદરાએ મહેમાનોનું સ્વાગત કરી હાલની પરિસ્થિતિથી વાકેફ કર્યા અને વિદ્યાર્થીઓ નશાબંધી, વ્યસનમુક્તિમાં કેવી રીતે સહયોગ આપે તે વિષે સવિસ્તૃત માહિતની આપી, ત્યારબાદ નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક પી.આર.ગોહિલએ જણાવ્યુ કે દુનિયામાં ભારત યુવા દેશ તરીકે ઓળખાય છે. યુવાન અવસ્થામાં કરેલ કામ અંતર્ગત વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી થાય છે. આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે અને ઝડપી વિકાસ થઇ રહ્યો છે. તેનું મુખ્ય કારણ યુવાનોની મહેનત છે પરંતુ આજની યુવાપેઢી પશ્ર્ચિમી સંસ્કૃતિ અપનાવી બાહ્ય દેખાવ માટે વ્યસનના રવાડે ચડી ગયેલ છે. તે ખૂબજ ગંભીર બાબત છે. 
ભવિષ્યમાં ખરાબ પરિણામો ભોગવવા ન પાડે તે માટે આજે જ જાગવુ પડશે અને વ્યસનથી દૂર રહી રાષ્ટ્રના વિકાસમાં  સહયોગ આપવા જણાવ્યુ છે. વિદ્યાર્થી યુવાકાળમાં વ્યસન કેવી રીતે પ્રવેશ કરે તે પી.પી.ટી. નિદર્શન દ્વારા સમજાવ્યા તેમજ દરેક વિદ્યાર્થી ભાઇ/ બહેનો પોતાના પરિવાર અને પડોશમાં આ પ્રકારના વ્યસની વ્યકિતઓને વ્યસન મુકાવવા સમજ આપે અને એક સ્વસ્થ તથા વ્યસનમુકત સમાજ રચવા યોગદાન આપે તે માટે હાકલ કરેલી અને વ્યસન છોડવા માટે પ્રતિજ્ઞા લેવડાવી, ત્યારબાદ નશાબંધી ઇન્સપેકટર બી.એમ. સોલંકીએ   નશામુકત ભારતમં મહિલાઓ કેવી રીતે ફાળો આપી શકે જે સવિસ્તૃત માહિતી આપી, ત્યારબાદ સંસ્થાના સંગીતાબેને ઓડેદરાએ નશાબંધી ખાતાનો આભાર માન્યો અને જણાવ્યુ કે,  અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ વ્યસનમુક્તિ ઝુંબેશ આગળ વધારશે અને સારા પરિણામો મળશે, અંતે વિવ્ધિ સ્પર્ધામાં નંબર આવનાર તમામને નશાબંધી ખાતા તરફથી મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નશાબંધી અધિક્ષક પી.આર.ગોહિલ, સબ ઇન્સ્પેકટર બી.એમ. સોલંકી, આઇ.ટી.આઇ.ના એસ.આઇ. એચ.વી. વોરા, જે. એમ. વાઘ, જે.પી. ખંભાળા, પી.એ. પીપરોતરીયા, એસ.જે. ગોહિલ, એસ.એસ. ઓડેદરા, એચ.એમ. શીંગડીયા તથા ભાવેશભાઇ મોઢવાડીયા, જિલ્લા નેહ‚ યુવા કેન્દ્ર પોરબંદરનો સ્ટાફગણ ક્રિષ્નાબેન હીંગળાજીયા અને સોનલબેન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application